આણંદમાં બાળકોને મગર સાથેની દોસ્તી શીખવતા વિશિષ્ટ વર્કશોપ આયોજન
આણંદઃ જિલ્લામાં મગર ધરાવતા ગામોના બાળકોએ મલાતજ ગામના તળાવ કિનારે મગર અને માનવીની મિત્રતાની ગાથા વિશે માહિતી મેળવી આણંદ-ખેડા જિલ્લાના 11 ગામોના તળાવમાં ઓછીવત્તી સંખ્યામાં મગરો વસવાટ કરે છે, જેમાં સોજીત્રા પાસેના પાંચ હજારની વસ્તી ધરાવતા મલાતજ ગામના તળાવમાં 55થી વધુ મગર વસવાટ કરે છે, ઘણીવાર તળાવમાંથી નીકળેલા મગર ગામમાં લટાર મારવા આવતા હોય છે. કોઈના ઘરમાં તે ખાટલા નીચે પણ ઘૂસી ગયેલાની ઘટનાઓ પણ આ ગામમાં સામાન્ય છે, કાળક્રમે ગામવાસીઓ અને મગર સાથે રહેવાનું શીખી લીધું છે. પરિણામે મગર અને માણસોએ એકબીજાને અરસપરસ હેરાન ન કરી સુમેળ ભરી કુશળતા કેળવી છે, મલાતજ અને આસપાસના ગામોમાં વર્ષોથી ચાલતી આ પરંપરાને આગળની પેઢીમાં પણ યથાવત રાખવા વિદ્યાનગર voluntary nature conservancy દ્વારા એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.
આણંદમાં બાળકોને મગર સાથેની દોસ્તી શીખવતો વિશિષ્ટ વર્કશોપ બાળ મગર મેળો માલતાજ ખાતે યોજાયો
વિદ્યાનગર નેચર ક્લબ અને મલાતજ ગ્રામ પંચાયતના સહયોગથી આણંદ જિલ્લાના મલાતજ ગામ ખાતે ભારત દેશના સૌપ્રથમ બાળ મગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં કુલ 11 ગામના 138 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, બાળકોને વિવિધ રમતો વાર્તાઓ ડોક્યુમેન્ટરી ફિલ્મ નાટક અને વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ થકી મગર અને તેની પ્રકૃતિ વિશે સવિસ્તૃત જાણકારી મળી રહે અને તેઓ માટે જ્ઞાન સાથે ગમ્મત ભર્યા વાતાવરણનું આયોજન કરેલ છે.