- સ્ટીરોઇડના વધુ સેવનથી થાય છે આ બીમારી
- વાતાવરણમાં આના જંતુ સામાન્ય રીતે હોય જ છે
- રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાથી જંતુ શરીરમાં પ્રવેશી ઇન્ફેકશન ફેલાવે છે
આણંદઃ આણંદના પ્રખ્યાત ડો. ગિરીશ મિશ્રા સાથે ETV Bharat આ બીમારી અંગે ચર્ચા કરી હતી. જેમાં ડો.મિશ્રાના જણાવ્યા મુજબ આ બીમારી મુખ્યત્વે નાકમાં ફન્ગલ ઇન્ફેક્શનથી શરૂ થતી હોય છે જે વધતા અંતે આંખ, મો, અને મગજ સુધી અસર કરી શકે છે. જે થવા પાછળનું મુખ્ય કારણ અમુક પ્રકારની દવાઓનું બિનજરૂરી સેવન છે.
ફંગસના બેક્ટેરિયા સામાન્ય સ્થિતિમાં હવામાં હોય જ છે
ડૉ મિશ્રાના મતે આ બીમારી ઘણી જૂની છે. જેના ફંગસના બેક્ટેરિયા સામાન્ય સ્થિતિમાં હવામાં હોય જ છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી શરીર પર હાવી થઈ શકતા નથી. પરંતુ કોરોના મહામારીમાં દર્દીઓની ચોક્કસ પ્રકારના ઇન્જેક્શન અને દવાઓનું બિનજરૂરી સેવન થતું હોવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેના પરિણામે આ બીમારીનો દર્દી ભોગ બને છે. આણંદ જિલ્લામાં પણ આ બીમારીના ઘણા કેસ જોવા મળી રહ્યાં છે, જેમાં બીમારી વધુ પ્રસરી જવાથી આંખ અને ગાલના જટિલ ઓપરેશન કરવાની પણ ફરજ પડી ચૂકી છે.