ગુજરાત

gujarat

ETV Bharat / state

મધમાખીની ઉછેરથી કુદરતી ફ્લેવર્ડ હની બનાવવાની પદ્ધતિ વિકસાવાઈ

આણંદ: એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં કુદરતી સ્વાદ ધરાવતા મધના ઉત્પાદન માટે નવા સોપાન ખોલવામાં આવ્યા જેની આજે બજારમાં ખૂબ જ માંગ વધવા પામી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 13, 2019, 11:11 AM IST

સામાન્ય રીતે મધ એક ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે વર્ષોથી આયુર્વેદમાં તેનું એક આગવું સ્થાન છે. ત્યારે બજારમાં મળતા મધ હવે જુદી જુદી ફ્લેવરમાં પણ ઉપલબ્ધ થઈ રહ્યા છે. જેમાં તજ, અજમો, વરીયાળી, રાયડો, લચકો, જેવી ફ્લેવર્સની આજે ખૂબ જ માંગ વધવા પામી છે.

ફ્લેવર્ડ હની બનાવવાની પદ્ધતિ

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કીટકશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ પ્રકારની મધની ઉત્પત્તિ કરવામાં આવે છે. જ્યાં લાકડાના બોક્સમાં મધમાખી છતાં પણ બનાવી અને તેમાં મધ એકઠું કરે છે. જે આસપાસના ખેતરોમાં ઉગાડવામાં આવેલ પાકની ફ્લેવર આપોઆપ આ મધમાં જોવા મળે છે, જે એકઠું થયેલ મધ પર પ્રોસેસ કરી તેનું વહેંચાણ કરવામાં આવે છે. જેથી સીધો જ કુદરતી સ્વાદ મધ સાથે ગ્રાહકો માણી શકે છે.


ABOUT THE AUTHOR

...view details