ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કોરોના દર્દીની સંખ્યા પહોંચી 100ને પાર

આણંદ જિલ્લામાં કોરોના દર્દીનો આંક 100ને પાર પહોંચ્યો છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ નગરજનોને માસ્ક પહેરવા અને સેનિટાઈઝનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યાં છે.

આણંદ
આણંદ

By

Published : Jun 4, 2020, 7:22 PM IST

આણંદઃ જિલ્લામાં લોકડાઉન જાહેર થયા બાદ કોરોનાનું સંક્રમણ શરૂઆતના સમયમાં જોવા મળ્યું ન હતું. લોકડાઉનના ચોથા તબક્કામાં 14 દિવસ સુધી જિલ્લો કોરોના સામે સલામત રહ્યો હતો, ત્યારે આણંદ નગરપાલિકાના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોરોના સંક્રમિત વ્યક્તિ સામે આવતા ખાતું ખુલ્યું હતું.

શહેરમાં સંક્રમણ વધતા હાડગુડ ગામમાં ત્રણ કેસ નોંધાયા છે, જ્યારે ખંભાતમાં 80થી વધુ કેસ નોંધાયા છે. ખંભાત આણંદ જિલ્લામાં કોરોના હોસ્ટપોટ બન્યું હતું. પેટલાદ, આંકલાવ, નવાખલ ઉમરેઠ, સોજીત્રા, બોરસદ અને પીપળી વગેરે વિસ્તારમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા હતા.

જિલ્લામાં કુલ 2663 કોરોના શંકાસ્પદ નાગરિકોના સેમ્પલ લેવાય હતા. જેમાંથી 2563 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 100 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે 10 દર્દીઓ કોરોના સામે જંગ હારી મૃત્યુ થયું હતું.

જ્યારે 3 દર્દીઓનું કોવિડ-19ના કારણોથી મોત થયું હતું. 84 દર્દીઓ સારવાર મેળવી કોરોના સામે જંગ જીતવામાં સફળ થયા હતા. હાલ આણંદ જિલ્લામાં ફક્ત 6 દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details