ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ બોરસદમાં ખેડૂતોને સરકારી યોજાનાઓના લાભ આપ્યા - કૃષિ યુનિવર્સિટી

આણંદ જિલ્લાના તમામ તાલુકાને આવરી લેતા ત્રણ કાર્યક્રમ આણંદ જિલ્લામાં અલગ અલગમાં ત્રણ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદની કૃષિ યુનિવર્સિટીમાં અને બોરસદ ખાતે અને પેટલાદ મુકામે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujarat
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ બોરસદમાં ખેડૂતોને સરકારી યોજાનાઓના લાભ આપ્યા

By

Published : Sep 10, 2020, 7:51 PM IST

આણંદ: જિલ્લાના તમામ તાલુકાને આવરી લેતા ત્રણ કાર્યક્રમ આણંદ જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ બનવા માટે 7 પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ બોરસદના જલારામ મંદિરના પટાંગણમાં યોજાયો હતો.

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ બોરસદમાં ખેડૂતોને સરકારી યોજાનાઓના લાભ આપ્યા

બોરસદમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતમાં આંકલાવ અને બોરસદ તાલુકાના લાભાર્થી ખેડૂતોને લાભાંકિત કરવામાં આવ્યાં હતા. કોવિડ 19 મહામારી વચ્ચે આયોજન કરવામાં આવેલા આ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન થાય તે પ્રકારનું આયોજન કરાવામાં આવ્યુ હતું.

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ બોરસદમાં ખેડૂતોને સરકારી યોજાનાઓના લાભ આપ્યા

પ્રદિપસિંહ જાડેજાએ બોરસદમાં સરકારી યોજાનાઓના લાભ આપ્યા

આણંદ જિલ્લામાં ત્રણ સ્થળો પર કાર્યક્રમો યોજાયા

કાર્યક્રમોમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરાયું

આ યોજના અંતર્ગત ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 30,000ની આર્થિક સહાય તથા પરિવહન માટે સાધન ખરીદવા માટે 75,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જે યોજનાઓના લાભ મેળવી ખેડુતોને પાક સંગ્રહ ક્ષમતા અને તેના પરિવહનની સુવિધાઓમાં વધારો કરવાની સાથે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા સરકાર દ્વારા આ સાત પગલા ખેડૂત કલ્યાણની યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ બોરસદમાં ખેડૂતોને સરકારી યોજાનાઓના લાભ આપ્યા

ABOUT THE AUTHOR

...view details