- GTUની જાહેર કરેલી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી
- વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો
- GTU દ્વારા ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવે તેવી માગ
આણંદઃ કોરોનાના વધી રહેલા શંકટ વચ્ચે આગામી દિવસોમાં યોજાનારી GTUની ઓફલાઈન પરીક્ષાઓને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે હવે આ પ્રકારની પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. જો કે એક તરફ વધી રહેલા સંક્રમણ વચ્ચે પૂર્વ આયોજિત ઓફલાઈન પરીક્ષા બાબતને અગાઉ પણ વિદ્યાર્થીઓએ અયોગ્ય બાબત જણાવી હતી.
GTUની ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ
હવે સરકારે GTUની ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પ્રકારના નિર્ણય બાબતે આણંદના વિદ્યાર્થીઓ સાથે etv bharat એ ખાસ વાતચીત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સરકારના GTUની ઓફલાઈન પરીક્ષાને મોકૂફ રાખવાના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે, વધી રહેલા સંક્રમણ વચ્ચે ઓફલાઈન પરીક્ષા ન લેવી તે નિર્ણય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં છે, સાથે જ તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને GTUની પરીક્ષાઓ ઓનલાઇન પણ સમયસર લેવાઈ જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
GTUની જાહેર કરવામાં આવેલી પરીક્ષા મોકૂફ, જાણો વિદ્યાનગરના વિદ્યાર્થીઓ નું શુ કહે છે GTUની પરીક્ષા ઓનલાઇન લેવાઇ તેવી માગ
મહત્વનું છે કે, કોરોના સંક્રમણના ફેઝ વન દરમિયાન મેં, જૂન માસમાં પણ GTUની ઓનલાઇન પરીક્ષા લેવાઇ હતી, ત્યારે આગામી સમયમાં જો તંત્ર આ જ પ્રકારે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરી વિદ્યાર્થીઓના ભાવિના હિતમાં નિર્ણય લે તે યોગ્ય સમજી શકાશે. વિદ્યાર્થીઓની આ પ્રતિક્રિયાને લઇને હવે સરકાર આગામી દિવસોમાં શું નિર્ણય લે છે તે જોવાનું મહત્ત્વનું બનશે.