ગુજરાત

gujarat

ETV Bharat / state

કાશ્મીરમાં વર્ષ 2004થી ડેરી ક્ષેત્રના વિસ્તરણ માટે G.C.M.M.Fના પ્રયત્નો

આણંદ: ભારત સરકાર દ્વારા કાશ્મીર મુદ્દે લેવાયેલ નિર્ણયને કારણે સમગ્ર દેશ આજે ઉત્સવ મનાવી રહ્યો છે. કાશ્મીરમાં 370ની કલમ નાબુદ થયાના કારણે હવે કાશ્મીર પાસે વિશિષ્ટ રાજ્યનો દરજ્જો રહ્યો નથી. હાલ સમગ્ર દેશ અને દુનિયામાં ભવિષ્યનું કાશ્મીર કેવું હશે, પરંતુ આજથી 14 વર્ષ પહેલા અમૂલ ડેરી અને G.C.M.M.Fના સંયુક્ત ઉપક્રમે તે સમયના વિશિષ્ઠ રાજ્યનો દરજ્જો ધરાવતાં કાશ્મીરમાં દૂધ અને તેની પેદાશોના વિસ્તરણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે આજ દિન સુધી કાર્યરત રાખવામાં આવ્યા છે.

etv bharat anand

By

Published : Aug 7, 2019, 9:24 PM IST

Updated : Aug 7, 2019, 10:37 PM IST

કાશ્મીરમાં 50 હજાર લીટર જેટલું દૈનિક દૂધ ઉત્પાદન ધરાવતી ડેરીમાં ડેરી ઉદ્યોગના વિસ્તાર માટે જમ્મુ અને કાશ્મીરમાં અમુલ મોડલથી ડેરી ઉદ્યોગમાં કામ કરવા માટે જાગૃતતા લાવવા અમુલના સ્થાપક ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેને આજે 14 વર્ષ કરતા પણ વધુનો સમય થયો છે.

G.C.M.M.F દ્વારા કાશ્મીરમાં દૂધ ઉત્પાદન અને ડેરી પેદાશોના વિસ્તરણ માટે જમ્મુ-કાશ્મીર મિલ્ક પ્રોસિજર કોપરેટીવ લિમિટેડ (J.K.M.P.C.L)ને વર્ષ 2004થી માર્ગદર્શન અને મદદ પુરી પાડવામાં આવી રહી છે. J.K.M.P.C.L ભવિષ્યમાં અંદાજિત 115 કરોડનું વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચવામાં સફળ બને તેમ જણાય રહ્યું છે.

કાશ્મીરમાં વર્ષ 2004થી ડેરી ક્ષેત્રના વિસ્તરણ માટે G.C.M.M.Fના પ્રયત્નો

ગત મહિને G.C.M.M.Fના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર આર.એસ.સોઢી અને J.K.M.P.C.ના બોર્ડ મેમ્બર સાથે ગત મહિને જમ્મુ અને કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિક અને ચીફ સેક્રેટરી બી.વી.આર સુબ્રમણ્યમની સાથે મળેલ એક બેઠકમાં અમુલના પ્લાનથી જમ્મુ અને કાશ્મીરમાં ડેરી ડેવલપમેન્ટ તથા ડેરી ઉદ્યોગના વિસ્તરણ માટે અમુલ દ્વારા મદદ કરવાની વાત ચર્ચાઈ રહી છે.

હાલ ETV ભારતના પ્રતિનિધિ દ્વારા G.C.M.M.Fના એમડી ડૉ. આર.એસ સોઢીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈપણ જાતનું નિવેદન આપવાથી તેઓ દ્વારા ઈન્કાર કર્યો હતો. અમુલ ડેરીના સ્થાપક અને દીર્ઘદ્રષ્ટા તેવા ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા આજથી 14 વર્ષ પહેલાં જ અમૂલ ડેરીના વિસ્તરણ અને જમ્મુ અને કાશ્મીરમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે કરવામાં આવેલ પ્રયત્નોને કારણે આજે જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગ એક હરણફાળ દોડ લગાવી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં 'સ્નો કેપ'ના બ્રાન્ડ નેમ પર ચાલુ કરવામાં આવેલ દુધ ઉત્પાદનોનું ટર્નઓવર આજે વાર્ષિક 52.36 કરોડે પહોચ્યું છે. દૂધના દૈનિક આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા 14 વર્ષમાં 121.8 લાખ કિલોગ્રામ સુધી પહોંચી ગયું છે. જે છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ છે.

જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2004થી ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા શરૂ કરાયેલ જમ્મુ-કાશ્મીરના ડેરી ઉદ્યોગના વિતરણ માટેની કામગીરી આજે ખૂબ જ કારગર નીવડે છે. ભવિષ્યમાં જમ્મુ અને કાશ્મીરમાં ડેરી ઉદ્યોગનો થનાર વિકાસ ડોક્ટર વર્ગીસ કુરિયનના સફળ પ્રયત્નોની સાક્ષી પૂરી રહ્યો છે.

Last Updated : Aug 7, 2019, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details