પેટલાદ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર હિરલ ઠાકરને પેટલાદ નગરપાલિકાના લઘુમતી કોમના 6 કાઉન્સીલરો દ્વારા દબાણ દૂર કરવા બાબતની ચર્ચા ઉગ્ર બની હતી. જે મહિલા ચીફ ઓફિસરને 6 કાઉન્સીલરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ઓફિસર દ્વારા પેટલાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે અરજીને 5 દિવસ બાદ પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પેટલાદના મહિલા ઓફિસરને મારી નાખવાની ધમકી આપનારા સામે ફરિયાદ નોંધાઈ - demolition
આણંદ: તારીખ 16ના રોજ પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જે બાદ મહિલા ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના લેટર પેડ પર 6 કાઉન્સીલર સામે અરજી કરવામાં આવી હતી. જેના પર તપાસની કાર્યવાહી કરી 5 દિવસ બાદ પેટલાદ પોલીસે FIR દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બાહોશ અને નીડર મહિલા ચીફ ઓફિસર દ્વારા છેલ્લા 3 વર્ષમાં ઉમદા કામગીરી કરી હતી. ત્યારે નાગરિકો પણ મહિલા ઓફિસરની કામગીરીથી ખુશ છે.સમગ્ર પેટલાદ શહેરની રોનક બદલી નાખનારા મહિલા ઓફિસરને જ્યારે શહેરના જ 6 નગર સેવકો દ્વારા ઉદ્ધત વર્તન કર્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર શહેરમાં જાગૃત નાગરિકો દ્વારા રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તેમામ લોકો દ્વારા યોગ્ય તપાસ કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.જે બાદ પોલીસે અરજીની યોગ્ય તપાસ કરીને 5 દિવસ બાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.