આણંદ: વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના રિસર્ચ લેબોરેટરીમા ભીષણ આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
સરદાર પટેલ યુનિવર્સિટીની લેબોરેટરીમાં ભીષણ આગ, કરોડોના નુકસાનની ભીતિ - સરદાર પટેલ યુનિવર્સિટીમાં આગ
આણંદના બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની લેબોરેટરીમા ભીષણ આગ લાગી હતી. જે ઘટનામાં યુનિવર્સિટીને અંદાજે 5થી 10 કરોડનુ નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આણંદ અને વિદ્યાનગર ફાયરા બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામા આવ્યો હતો.
સરદાર પટેલ યુનિવર્સિટીની લેબોરેટરીમાં ભીષણ આગ, કરોડોના નુકસાનની ભીતિ
આ લેબ યુનિવર્સિટીની સૌથી મોટી લેબ છે. જેથી વિદેશથી લાવવામાં આવેલા મોંઘા ઇનસ્ટ્રુમેન્ટ અહીંયા રાખવામાં આવ્યાં હતા. જેને અંદાજે 5થી 10 કરોડનુ નુકસાન થવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આગ લાગવાથી બિલ્ડીંગની છત તેમજ તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં આણંદ તથા વિદ્યાનગર ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.