તારાપુર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસે ડોક્ટરે રૂપિયા માંગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. તારાપુરની આ સરકારી હોસ્પિટલના ડોક્ટર અને પ્રશાસને આ અંગે તે મહિલા દ્વારા હોસ્પિટલના કેટલાક દર્દીઓ અંગેની ગત જાન્યુઆરીમાં માહિતી માંગી હતી. જો કે, હોસ્પિટલે માહિતી આપવાની માંગણી સંતોષી ન હતી. જેને મુદ્દો બનાવી ડોક્ટર અને મેડિકલ સ્ટોરના માલિકની મિલીભગતથી તારાપુરમાં ડોક્ટર ડાકુની જેમ લૂંટ કરતા હોવાનો વીડિયો પોતે સોશિયલ મીડિયામાં વહેતો કરતાં ભારે વિવાદ ઊભો થયો છે. જો કે, આ અંગે ગ્રામજનો અને દર્દીઓનું કઈક અલગ જ કહેવું છે અને હોસ્પિટલ ગુજરાતમાં પ્રસૂતિમાં નંબર વન હોવાનો દાવો કર્યો છે.
તારાપુરના ડોક્ટર અને મેડિકલ સ્ટોરની મિલીભગતના વાયરલ વીડિયોની ઈટીવી ભારતે કરી તપાસ
આણંદ: સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ તારાપુરના ડોક્ટર અને મેડિકલ સ્ટોરની મિલીભગતથી ગરીબ દર્દીઓ લૂંટાતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ સ્થળે ઈટીવી ભારત દ્વારા તપાસ કરાતા હકીકત કાંઇક અલગ દેખાઇ હતી. અહીં ગરીબ દર્દીઓ અને ગ્રામજનોનું શું કહેવું છે અને વિવાદમાં આવેલા ડૉક્ટરોનું શું કહેવું છે જુઓ આ અહેવાલમાં...
તારાપુર હોપિટલમાં બે સર્જન અને એક મેડિકલ ઓફિસર સાથે 3 ડોક્ટર ફરજ બજાવે છે. રોજ આશરે અહીં 300 દર્દીઓ સારવાર માટે આસપાસના 40 ગામથી આવે છે. અહીં સર્જન અને ઓર્થોપેડિક ડોક્ટર હોવાથી મોટા પ્રમાણમાં દર્દીઓ ઓપરેશન માટે આવે છે. જો કે, ઓપરેશનમાં જરૂરી સમાન અને દવાઓ છેક આણંદથી લાવવી પડતી હોય છે. ગરીબ દર્દીને અગવડ ના પડે તે માટે આણંદથી આવતા કોઇપણ સ્થાનિક પાસેથી તે દવા મંગાવીને દવાના રૂપિયા દર્દી પાસેથી લેવામાં આવે છે.
ગરીબ દર્દીઓને ગ્રામજનોના સહકારથી ઊભી કરેલી હોસ્પિટલની બ્લડ બેન્કમાંથી લોહી મફત આપવામાં આવે છે. આ ઉપરાંત, એક સંસ્થા તરફથી મફતમાં ભોજન આપવામાં આવે છે, તો ગ્રામજનો દ્વારા બે કરોડનું દાન હોસ્પિટલને આપવામાં આવ્યું છે. ગ્રામજનોની એક સમિતિ, સરપંચ અને તાલુકા જિલ્લાના સભ્યો સાથે અગ્રણીઓ પણ ડોક્ટર અને સ્ટાફ સાથે મીટિંગ કરે છે અને તમામ ખર્ચ અને આવક જાવક ઉપર પણ નજર રાખે છે. તેમણે આવી કોઈ ઘટના અહીં હોસ્પિટલમાં બની ન હોવાનું જણાવ્યું હતું. મહિલા દ્વારા માત્ર પોતાનો સ્વાર્થ પૂરો કરવા વીડિયો વાઇરલ કર્યો હોવાનું ગ્રામજનોનું કહેવું છે.