ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી સમયમાં દૂધ અને દૂધની બનાવટોની કોઈ જ અછત નહીં સર્જાય: ડૉ.આર.એસ સોઢી

વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરના વાઇરસના 17 કેસ પોઝિટિવ આવ્યાં છે. રાજ્યમાં એક વ્યકિતનું આ વાઇરસના કારણે મોત થયું છે. કોરોના વાઇરસને લઈ રવિવારે વડાપ્રધાન મોદીએ જનતા કરફ્યૂ માટે આહ્વાન કર્યું હતું. જેને સમગ્ર દેશમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. સરકારે કોરોના ઇફેક્ટના કારણે બસ અને ટ્રેન સેવા પર રોક લગાવી છે. પરિસ્થિતિ જોતા ડેરી ક્ષેત્રમાં પણ રોક મૂકાશે. જેના કારણે દૂધ અને દૂધની બનાવટોની ખરીદી કરવા લોકોની ભારે ભીડ જામવાના બનાવો બન્યા હતા. જેને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આર.એસ. સોઢી વખોડી હતી અને લોકોને ખોટી વાતમાં ન આવવા અપીલ કરી હતી.

crisis
આગામી

By

Published : Mar 23, 2020, 9:42 AM IST

આણંદઃ અમૂલ ડેરી કોઓપરેટિવ મોડેલ પર ચાલે છે. જેમાં લાખો પશુપાલકો દ્વારા થોડું થોડું દૂધ જમા કરવામાં આવે છે. જે એક સિસ્ટમ થકી ગ્રાહકો સુધી પહોંચે છે. અમૂલ ડેરીમાં લાખો પશુપાલકો દૂધ જમા કરાવે છે. તેની સામે કરોડો લોકો આ દૂધને ખરીદે છે. પરંતુ અમુલ લાખો પશુપાલકો અને કરોડો ગ્રાહકોને જોડતી કળી સમાન છે. જેનું સંચાલન ડિમાન્ડ અને સપ્લાયના સમતોલન થકી શક્ય બનતું હોય છે.

વર્તમાન સમયમાં વિશ્વમાં ચાલી રહેલા કોરોનાના કહેર સામે લડત આપવા માટે ભારત સરકારે ઘણા નવતર પ્રયોગો કર્યા અને મહદ અંશે તે ઘણા કારગર પણ નીવડ્યા છે. પરંતુ તેની સાથે ઘણી અફવાઓને પણ વેગ મળ્યો હતો. તેમની જ એક એવી પણ અફવા આવી હતી કે, અમૂલ ડેરી તેના દૂધનું વિતરણ બંધ કરી દેશે. જેના પરિણામે અમુલ સાથે સંકળાયેલા બન્ને વર્ગ પશુપાલકો અને ગ્રાહકો મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. જે અંગે GCMMFના MD ડો. આર.એસ. સોઢીએ સ્પષ્ટતા કરી હતી.

આગામી સમયમાં દૂધ અને દૂધની બનાવટોની કોઈ જ અછત નહીં સર્જાય: ડૉ. આર. એસ સોઢી

ડૉ. આર.એસ. સોઢીએ સોમવારે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોમાં કોઈ પણ એવી જાહેરાત કરવામાં નથી. દૂધ ડેરીને બંધ કરવી, અમૂલ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. લાખો પશુપાલકો પાસેથી નિયમિત દૂધની ખરીદી યથાવત રાખી અને તેનું વેચાણ પણ ગ્રાહકો માટે ચાલુ રહેશે. દૂધ એ જીવન જરૂરી ચીજવસ્તુઓમાની એક છે. જેથી તેનું વેચાણ બંધ કરી ન શકાય અને તે અંગે ઉત્પાદકો કે, ગ્રાહકોએ કોઈજ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને ખોટી વાતોમાં આવી દૂધની ખરીદી જરૂર કરતાં વધારે કરવાની પણ જરૂર નથી.

આગામી સમયમાં દૂધ અને દૂધની બનાવટોની કોઈ જ અછત નહીં સર્જાય: ડૉ. આર. એસ સોઢી

ડૉ. સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસમાં અમુલ દ્વારા દૂધની સપ્લાયમાં 15 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જે લોકોને માટે પૂરતો છે અને જો જરૂર જણાશે, તો તેને 100 સુધી વધારી દેવા માટે પણ અમૂલ તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, અમૂલ દૂધ સાથે સાથે પનીર, ઘી, છાસ, અમૂલ ટેટ્રાપેક તમામ પ્રોડક્ટનો જથ્થો ઉપલબ્ધ છે. તેમ કોઈ જ પ્રકારની અછત સર્જાશે નહીં માટે પ્રજા અને પશુપાલકો બન્નેને સોઢીએ અપીલ કરી હતી કે, અફવાઓમાં વિશ્વાસ ન કરવો અને દૂધને લઈ કોઈ ચિંતા કરવી નહીં.

ABOUT THE AUTHOR

...view details