આણંદઃ મૂળ કરમસદના વતની રશેષભાઈ પટેલ જેઓની કંપની દ્વારા કોરોના ટેસ્ટિંગ બુથ બનાવવામાં આવ્યું છે. આ બુથની ખાસિયત એ છે કે, જ્યારે પણ કોઈ કોરોના સંભવિત દર્દી ટેસ્ટ માટે સેમ્પલ આપવા આવે છે, ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તેની નજીક જઈ સેમ્પલ કલેક્ટ કરવામાં આવતા હોય છે. જેથી ફરજ પર હાજર કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે પણ એક જોખમ ઊભું થતું હોય છે. પરંતુ આણંદના સાંસદ મિતેશભાઇ પટેલના હકારાત્મક પ્રયત્નથી પ્રેરાઈ સરદારની ભૂમિ કરમસદના વતની રશેષભાઈ દ્વારા એક એવુ ટેસ્ટિંગ બુથ વિકસાવવામાં આવ્યું છે કે, જેનાથી સેમ્પલ લેતી વખતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દર્દીના સીધા સંપર્કમાં આવતા નથી જેથી કર્મચારીનું કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ મહત્તમ અંશે ઘટી જાય છે.
કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફને કોરોના સામે રક્ષણ આપતું બુથ આ બુથમાં ફાઇબરની બંધ બોડીનું એક ચેમ્બર કે, જેમાં લાઇટ અને પંખાની વ્યવસ્થા સાથે જરૂરી તમામ પ્રકારના તેને ટચિંગ, લિક્વિડ, સેનેટાઇઝર ઉપસ્થિત હોય છે. જેમાં આગળની બાજુએ એક્રેલિક પેનલ થકી બે હેન્ડ્સ ગ્લવ્ઝ બહાર આવેલા હોય છે. જેમાંથી મેડિકલ સ્ટાફ દ્વારા સરળતાથી કોરોના સંભવિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા સિવાય સેમ્પલ લઇ શકાય છે. એકવાર સેમ્પલ કલેક્ટ કર્યા બાદ યોગ્ય સેંનિટાઈઝિંગ કરી આ કેબીનને ફરીથી અન્ય દર્દીના સેમ્પલ લેવા માટે તૈયાર કરી શકાય છે. વળી વજનમાં ખૂબ હલકું હોવાથી આ બુથ ફક્ત બે વ્યક્તિઓ દ્વારા સરળતાથી એક જગ્યાએ થઈ બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેમ છે. આ બુથને યોગ્ય સેનેટાઇઝર દ્વારા નિયમિત સાફ કરવામાં આવે તો આરોગ્ય વિભાગના કર્મચારીઓને ઘણું સારું રક્ષણ મળી રહે અને કોરોનાના સંક્રમણના ખતરા સામે તેમને એક સુરક્ષિત કવચ ઉપલબ્ધ કરાવી શકાય. આણંદમાં કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફને કોરોના સામે રક્ષણ આપતું બુથ દાન અપાયું કોરોના વાઈરસ કે જેનું સંક્રમણ દર્દીના કોન્ટેક્ટમાં આવવાથી વધારે ઝડપથી ફેલાય છે, ત્યારે કોરોના સામેની જંગમાં પ્રથમ પંક્તિના યોદ્વા એવા આરોગ્ય કર્મચારીઓ કે, જેઓ આ યુદ્ધમાં કોરોના સામે સીધી જંગ લડી રહ્યા છે. તેમને આ મશીન થકી કોરોના સામે રક્ષણ મેળવવામાં ઉત્તમ સુરક્ષા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફને કોરોના સામે રક્ષણ આપતું બુથ આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિઓનો વધારો દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ કરમસદના વતની રશેષભાઈના સહયોગ થકી આ ટેસ્ટિંગ બુથ આણંદ જિલ્લામાં કોરોના કેર સેન્ટર ખાતે મુકવામાં આવ્યું ત્યારે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલના પ્રેરકબળ થકી પૂર્વ રાજ્ય શક્ષાના પ્રધાન રોહિતભાઈ પટેલ(મિલસેંટ), ભાજપ જિલ્લા પ્રમુખ જયપ્રકાશભાઈ પટેલ તથા નીરવ અમીનની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાની જનતાની સેવામાં કોરોના કેર સેન્ટર ખાતે આરોગ્ય વિભાગના અધિકારી અને જિલ્લા કલેકટરની મંજૂરીથી મુકવામાં આવ્યું હતું. આવનાર સમયમાં જરૂર જણાય જિલ્લામાં અન્ય પણ ટેસ્ટિંગ બુથ મુકવા આ સેવાભાવી બિઝનેસમેન દ્વારા ખાતરી આપવામાં આવી હતી.