ગુજરાત

gujarat

By

Published : Jun 9, 2020, 12:21 PM IST

ETV Bharat / state

કોંગ્રેસ હાઇકમાન્ડમાં નેતૃત્વનો અભાવ છે : જયંત પટેલ

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. જેમાં એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોના પડેલા રાજીનામાએ કોંગ્રેસને ચિંતામાં મૂકી દીધી છે, ત્યારે બીજી તરફ યુપીએના ઘટક પક્ષ નેસનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપેલા નિવેદન બાદ NCP પ્રદેશમાંથી વ્હીપનો ઉપયોગ થતા પુન:રાજકારણમાં ચર્ચાઓ ઉઠી છે.

કોંગ્રેસ હાઇકમાન્ડમાં નેતૃત્વનો અભાવ છે : જયંત પટેલ
કોંગ્રેસ હાઇકમાન્ડમાં નેતૃત્વનો અભાવ છે : જયંત પટેલ

આણંદ : NCP પ્રદેશમાંથી વ્હીપ જાહેર થતાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગી, રિસોર્ટ રાજકારણ તથા NCP પ્રદેશમાંથી કોંગ્રેસ તરફેણમાં મત આપવા માટે હવે રાજ્યસભાની ચૂંટણીમાં વધુ રસાકસી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે NCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

NCPના પ્રદેશ પ્રમુખ સાથે ખાસ વાતચીત
આ તકે જયંત પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા ભૂતકાળમાં જે કોઇપણ વાત કરવામાં આવી હતી તે તેમનું અંગત મંતવ્ય હતું, પરંતુ વર્તમાનમાં પ્રદેશમાંથી થયેલા આદેશોને ધ્યાને લેતાં હવે NCP કોંગ્રેસને સમર્થન કરશે. NCPએ યુપીએનો એક ઘટક પક્ષ છે અને NCPએ ભૂતકાળમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સરકાર પણ ચલાવી છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે અત્યારે જે પ્રમાણે કોંગ્રેસની પરિસ્થિતિ છે ધારાસભ્યો વેચાઇ રહ્યા છે. બીજી તરફ રિસોર્ટ રાજકારણ પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના હાઈકમાન્ડમાં હવે નેતૃત્વનો અભાવ દેખાય રહ્યો છે. જે પ્રમાણે પક્ષમાંથી ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષ સાથે ડેમેજ કંટ્રોલ માટેની કોઈ ટીમ સક્રિય રહી ન હોય તેમ લાગી રહ્યું છે.હવે જે પ્રમાણે કોંગ્રેસની વ્હારે NCP આવ્યું છે અને NCPના જ પોરબંદરની કુતીયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા જેઓ કહી રહ્યા છે કે ભાજપે કરેલા કામગીરીથી પ્રભાવિત થઈ તે હવે ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં સમર્થન આપશે, ત્યારે હવે પ્રદેશના પ્રેશરથી શું કાંધલ જાડેજા તેમનું મન બદલશે ! કે પછી ભાજપની કામગીરીથી પ્રભાવિત થઈને પોતાના નિર્ણય પર મક્કમ રહેશે. તે રાજ્યસભાની ચૂંટણીના પરિણામ થકી જાણી શકાશે, પરંતુ હાલ NCP પ્રદેશમાંથી થયેલા આદેશનું પાલન થશે તેવું જયંત પટેલનું અંગત મંતવ્ય છે.

ABOUT THE AUTHOR

...view details