- કાણીસા ગામે સ્વચ્છ અને સર્વોત્તમ બનવાનું નક્કી કર્યું
- સ્વચ્છ કાણીસા સર્વોત્તમ કાણીસા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો
- ખંભાતના કાણીસા ગામને સ્વચ્છ બનાવવાનો આયોજન હાથ ધરાતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લહેર
આણંદ : ખંભાતનું કાણીસા ગામ હર હમેશ કોઈ પણ નવી પહેલ બાબતે તાલુકા સહિત જિલ્લામાં અગ્રેસર હોય છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ગામમાં સ્વચ્છતા બાબતે એક નવતર આયોજન સરપંચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. કાણીસા ગામે કચરો વ્યવસ્થાપન ક્ષેત્રે નવી પહેલ શરૂ કરી છે. "સ્વચ્છ કાણીસા સર્વોત્તમ કાણીસા" આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગ રૂપે, કાણીસા ગ્રામ પંચાયત દ્વારા કાણીસા ગામને દેશના સૌથી સ્વચ્છ અને સુંદર ગામોમાંથી એક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -યુનિસેફ અહેવાલ: વિશ્વની સ્વચ્છતા સ્થિતિ