- વ્યવસાયને વેગવાન બનાવવા માટે જિલ્લામાં BNIના પ્રથમ ચેપટરની શરૂઆત
- આણંદ જિલ્લામાં ઉત્સાહી વ્યવસાયકારો માટેનું બન્યું ગ્રુપ
- વિશ્વસ્તરે BNI છે કાર્યરત
- અમદાવાદ વડોદરા સુરત બાદ આણંદમાં થઇ BNIની શરૂઆત
આણંદઃ BNIના પ્રથમ ચેપ્ટરની શરૂઆત થઈ છે. જેના 54 જેટલા યુવા વ્યવસાયકારોએ ભેગા મળીને તેના પ્રથમ ચરણની સ્થાપના કરી છે. ભારતની સૌથી મોટી અને સૌથી સફળ બિઝનેસ નેટવર્કિંગ સંસ્થાનો આણંદ-નડિયાદના વ્યવસાયિકોને લાભ મળશે. જેના થકી આણંદ(Anand)માં BNIના સર્વ પ્રથમ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
આ પણ વાંચોઃ લોકડાઉનમાં નોકરી ગુમાવ્યા બાદ શિક્ષકે નાસ્તો બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો
ભારતભરમાં BNI 101 શહેરમાં 885 ચેપ્ટર સાથે પ્રચલિત છે
BNI આલ્બસ 30 વર્ષ જૂનું બિઝનેસ કનેકશન કરાવતી પ્રોફેશનલ સંસ્થા છે, BNI વિશ્વભરના હજારથી વધુ દેશમાં પ્રચલિત છે. કુલ મળી 10,220 ચેપ્ટરમાં વહેંચાયેલી અને વિવિધ 300થી વધુ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા 2.81લાખથી વધુ સભ્યો આ સંસ્થા સાથે જોડાઈને પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે, ભારતભરમાં BNI 101 શહેરમાં 885 ચેપ્ટર સાથે પ્રચલિત છે તથા તેમાં કુલ 39,500 જેટલા સભ્યો સક્રિય રીતે જોડાયેલા છે. BNIના ભારતના સભ્યોએ છેલ્લા બાર મહિનામાં 20,10,136 રેફરલ્સ પાસ કરવા સાથે કુલ 13,421 કરોડનો બિઝનેસ કર્યો છે. BNI પોતાના સભ્યોને વિચાર, સંપર્ક અને વ્યવસાયિક સંદર્ભોનું આદાન-પ્રદાન કરવાની ઉત્કૃષ્ટ તક પૂરી પાડે છે.
BNIના વડોદરામાં હાલ કુલ 14 ચેપ્ટર કાર્યરત છે
BNIના સભ્યો 'BNI CONTACT' નામની MOBILE APPLICATIONથી દુનિયાભરના લોકો સાથે સીધા અથવા આડકતરી રીતે જોડાઈ પોતાનો ધંધો વધારી શકે છે. આ સંસ્થા સાથે જોડાયેલા B TO B તથા B TO C બન્ને પ્રકારના ધંધાદારીઓ પોતાના ધંધાની પ્રગતિ માટે ઘણી બહોળી તકો મેળવી રહ્યા છે. BNI ઇન્ડિયા અંતર્ગત વડોદરામાં પ્રથમ ચેપ્ટરની શરૂઆત વર્ષ 2017માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કલ્પેશ શાહ અને યશ વસંત દ્વારા કરવામાં આવી હતી. BNIના વડોદરામાં હાલ કુલ 14 ચેપ્ટર કાર્યરત છે, જેમાં કુલ 789 સભ્યો છે. 57,116થી વધુએ રેફરલ્સ પાસ કરીને છેલ્લા બાર મહીનામાં 377 કરોડનો બિઝનેસ કર્યો છે.