ગુજરાત

gujarat

ETV Bharat / state

અવિચલદાસ મહારાજ અયોધ્યાથી પરત ફર્યા, ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત - Ram Janmabhoomi movement

ઐતિહાસિક ઘડીના સાક્ષી બની અયોધ્યાથી સારસા પરત ફરેલા સત કૈવલ જ્ઞાનસંપ્રદાયના સપ્તમ કુવૈરાચાર્ય આચાર્ય અવિચલદાસ મહારાજનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

Avichal Das Maharaj
અવિચલ દાસ મહારાજ

By

Published : Aug 7, 2020, 1:34 PM IST

આણંદ : રામ જન્મભૂમિ આંદોલન સાથે શરૂથી જોડાયેલા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ આચાર્ય અવિચલદાસ મહારાજ રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતા ગ્રામજનોએ અને ભક્તોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આચાર્ય અવિચલદાસ મહારાજે આ શુભ પ્રંસગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રિત મહેમાનોની યાદીમાં તેમને 11 માં સ્થાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, અગાઉ જ્યારે અયોધ્યા જવાનું થતું, ત્યારે મનમાં એક ઉકળાટ રહેતો કે, શું થશે પરંતુ આ વખતે અયોધ્યામાં ખૂબ પ્રેમ અને આત્મીયતા જોવા મળી હતી.

અવિચલ દાસ મહારાજ અયોધ્યાથી ફર્યા પરત ગ્રામજનોએ આવી રીતે કર્યું સ્વાગત
આપને જણાવી દઈએ કે, આચાર્ય અવિચલદાસ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ સ્થાને છે. આ સાથે જ રામ જન્મ ભૂમિ આંદોલન સાથે પાયાથી જોડાયેલા રહ્યા છે. કારસેવક તરીકે પણ અગાઉ અયોધ્યામાં નોંધનીય સેવા આપી ચુક્યા છે, ત્યારે અયોધ્યામાં બનેલ ઐતિહાસિક ઘડીમાં ગણતરીના આમંત્રિત સંતોમાં ગુજરાતમાંથી અવિચલદાસ મહારાજની ઉપસ્થિત પર તેમના અનુયાયીઓ તથા સ્થાનિકોએ ગર્વની લાગણી અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details