ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લામાં ચૂંટણી અધિકારીઓની નિમણૂંક, જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીની તૈયારીઓ શરૂ

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ વહીવટી વિભાગોના ધમધમાટ શરૂ થયાં છે. કોરોના મહામારીના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર 2020માં યોજવાના આયોજનના નિર્ણયને સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો છે, તેમ છતાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આયોજન માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.

આણંદ જિલ્લામાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક, જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીની તૈયારીઓ
આણંદ જિલ્લામાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક, જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીની તૈયારીઓ

By

Published : Dec 2, 2020, 2:14 PM IST

  • જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને ધમધમાટ શરૂ
  • સ્થાનિક સ્વરાજની ચૂૂંટણીઓને લઈ કરવામાં આવી અધિકારીઓની નિમણૂંક
  • 8 રિટર્નિંગ ઓફિસર અને 32 આસિસ્ટન્ટ રિટર્નિંગ અધિકારીની નિમણૂંક
  • વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓની કરાઈ નિમણૂંક
  • રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ કામગીરી કરાઈ શરૂ
  • આણંદમાં 196 તાલુકા પંચાયત અને 42 જિલ્લા પંચાયતની બેઠકો માટે કરાઈ નિમણૂંક


આણંદઃ જિલ્લા પંચાયત અને જિલ્લાની જુદી 8 તાલુકા પંચાયતમાં કામકાજ પૂરું થવાનું હોય ત્યાં ચૂંટણીનું આયોજન માટેની તારીખો જાહેર કરવામાં આવી નથી. છતાં પણ ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા હોય તેમ આણંદ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જે માટે અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

આણંદમાં 196 તાલુકા પંચાયત અને 42 જિલ્લા પંચાયતની બેઠકો માટે કરાઈ નિમણૂક
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખાઓના નાયબ મામલતદાર દ્રુપદ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જુદીજુદી બેઠકો માટે ચૂંટણી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં આણંદમાં 196 તાલુકા પંચાયત અને 42 જિલ્લા પંચાયતની બેઠકો માટે 8 વર્ગ એકના અધિકારી અને 32 વર્ગ બેના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details