- આણંદ જિલ્લામાં એક જ દિવસમા 2 લાંચીયા અધિકારીઓ ઝડપાયા
- નાયબ મામલતદાર બાથરૂમમાં લાંચ લેતા ACBની ટ્રેપમાં પકડાયાં
- આંકલાવ નાયબ મામલતદાર અને તારાપૂરનો MGVCLનો અધિકારી ઝડપાયો
આંકલાવ:રાજ્યમાં લાંચ માંગ્યા અને સ્વીકાર કર્યોની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે, તેમાં પણ આણંદ જિલ્લો જાણે લાંચખોરીમાં નેતૃત્વ કરતો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આણંદ જિલ્લામાં શનિવારે બે અલગ-અલગ ઘટનાઓમાં લાંચરૂશ્વત વિરોધી શાખા (ACB trap in anand gujarat ) દ્વારા આંકલાવના નાયબ મામલતદાર તથા તારાપુરના MGVCLના વર્ગ એકના ઈજનેર કર્મચારીને રંગેહાથ લાંચ લેતાં (MGVCL official corruption ) ઝડપી પાડવાની ઘટનાઓ બનતા જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
નાયબ ઇજનેર રૂ.60 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ પકડાયાં
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના તારાપુરમાં ACBએ કરેલી કામગીરીમાં તારાપુરમાં ખેડૂત પાસે રૂ.60 હજારની લાંચ લેતા વીજ કંપનીનો અધિકારી રંગે હાથે પકડાયો છે, કમળની ખેતી માટે વીજ જોડાણ માંગનાર ખેડૂત પાસે નાયબ ઇજનેરે રૂ.2 લાખની લાંચ માંગી હતી, જેમાં તારાપુર ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરે પંથકના એક ખેડૂત પાસે કમળની ખેતી માટે વીજ જોડાણ આપવા રૂ.60 હજારની લાંચ માંગી હતી. જે સંદર્ભે આણંદ ACBએ છટકુ ગોઠવી શનિવારના રોજ લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યાં હતાં. તારાપુર સ્થિત મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં દિલીપકુમાર મગનભાઈ વસૈયા રૂ.60 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ પકડાયાં હતાં.
નાયબ મામલતદાર બાથરૂમમાં લાંચ લેતા પકડાયાં