ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કલંકિત કિસ્સો આવ્યો સામે, જાણો શું છે આ સમગ્ર મામલો ? - GujaratiNEWS

આણંદ: જિલ્લાના આંકલાવ હાઇસ્કૂલમાં ગુરુ-શિષ્યાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. શાળાના શિક્ષકને ઘોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે પ્રેમ થયો હતો. જે બાદ આ બન્ને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીનીને તેના પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નના ઇરાદે ભગાવી લઇ ગયો હતો. આ બાબતની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે સમગ્ર બાબતની વિગતો મેળવીને આગળની તપાસ શરૂ કરી હતી.

આણંદ

By

Published : May 14, 2019, 10:03 PM IST

મળતી માહિતી મુજબ, આંકલાવ માધ્યમિક કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેની જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર પરમાર સાથે પ્રેમ થયો હતો. જે બાદ આ શિક્ષકે લગ્નની લાલચ આપી આ વિદ્યાર્થીનીને ભગાડી જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આંકલાવ હાઇસ્કૂલમાં ગુરુશિષ્યાને લાંછન લગાડતો કિસ્સો આવ્યો સામે

નરાધમ શિક્ષકે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના પ્રેમજાળમાં ફોસલાવીને તેનું અપહરણ કર્યું હતું. આ શિક્ષક પહેલાથી જ પરીણિત છે અને તે બે બાળકોનો પિતા પણ છે. તેમ છતાં તે આ વિદ્યાર્થીનીને તેના પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી લઇ ગયો હતો. આ બાબતની જાણ વિદ્યાર્થીનીના માતા પિતાને થતા તેમણે શિક્ષક વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ પોતાની ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કો વિરુદ્ધ ગુનો નોંધી નરાધમ શિક્ષકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details