ચૂંટણીના રંગમાં ભંગ પાડતી આણંદ પોલીસ, 5.58 લાખનો પકડ્યો દારૂ - liquor
આણંદ: લોકસભાની ચૂંટણીઓ અગાઉ દારૂની રેલમ છેલ અટકાવવા માટે પોલીસ દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનથી લવાતા 5.58 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અને પાયલોટિંગ કરતી કાર સાથે 5 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આરોપી ટોળકી
તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા કન્ટેનરની તપાસ કરતા કન્ટેનરમાંથી પૂંઠાની નીચે સંતાડેલો 5.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો આ અંગે પોલીસ દ્વારા પાયલોટિંગ કરતી કાર, કન્ટેનર અને વિદેશી દારૂ સહિત કુલ 16.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા 5 શખ્સો વિરૂદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે દારૂબંધી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.