પાયાની સુવિધાઓ જેમકે પીવાનું પાણી, વાહન-વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, પાકા રસ્તા વગેરે જેવી જરૂરિયાતો માટે આ વિસ્તારના લોકો વંચિત છે. જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. આ ગામના મુખ્ય માર્ગ પર આજે પણ રાત્રી દરમિયાન અંધકારનું સામ્રાજ્ય પથરાઈ જાય છે. કેમ કે રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. જે આજે પણ ભાલ પંથકના મોટા ભાગના ગામોમાં અવરજવર માટેના ગામના મુખ્ય રસ્તા જર્જરિત કાચા અને બેહાલ છે.
તો આરોગ્યની સુવિધાઓ શુન્યને બરાબર છે. ગામડાંઓમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક નીચું છે. તો આજે પણ પીવાના પાણી માટે ગામની બહેનોને બેડા લઈને ગામથી દુર આવેલા કુવામાંથી માથા પર ઉંચકીને પીવાનું અને ઘર વપરાશનું પાણી લાવવું પડે છે. ત્યારે એવું લાગે કે વિકાસ માત્ર શહેરોમાં જ છે ગામડાના રહીશો માટે તો આજે પણ એ જ જૂની સમસ્યાઓ જેમની તેમ ઉભી છે.