- પ્રદુષણને કાબૂ કરવા માટે અમુલ કરી રહ્યું છે કામગીરી
- અમુલમાં 95 ટકા કામકાજ પેપરલેસ
- સૌર ઉર્જાનો ભરપૂર ઉપયોગ
આણંદ:અમૂલ ડેરી એ વિશ્વમાં એક જાણીતી બ્રાન્ડ બની ઉભરી આવી છે. દૂધ ઉત્પાદન અને તે પણ સહકારી માળખામાં રહી કોર્પોરેટ કક્ષાની કામગીરી કરતી આ ડેરી છે. અમુલ તેના ગ્રાહકો પશુપાલકો અને સમાજ માટે કાયમ મદદરૂપ થવા પ્રયત્નો કરતી સહકારી સંસ્થા છે,જેણે વર્તમાન પર્યાવરણના જતનની જવાબદારી સમજીને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા સકારાત્મક પ્રયત્નો હાથ ધર્યા છે.વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગએ મહત્વની સમસ્યા બની ઉભરી રહ્યું છે,જેના કારણે વાતાવરણમાં જબરદસ્ત બદલાવ જોવા મળી રહ્યું છે. અવાર નવાર કુદરતી આપદાઓ, વાતાવરણમાં આવતા બદલાવ,અનિશ્ચિત વરસાદ,અતિવૃષ્ટિ, દુકાળ, અતિશય ગરમી હિમ તુફાન સુનામી જેવી ઘણી કુદરતી આફતો વાતાવરણ માં કાર્બન નું પ્રમાણ વધવાથી થતા બદલાવોને માટે જવાબદાર છે.
કાર્બન ઉત્સર્જન માટે ઘણા પરીબળ જવાબદાર
વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં ઔદ્યોગિક પ્રદુષણ ઉદ્યોગ વાહનોનો ધુમાડો, બોઇલરનો ધુમાડો, વૃક્ષોનું છેદન, વગેરે કારણો મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે. સહકારી ક્ષેત્રે કામ કરતી વિશ્વ પ્રસિદ્ધ ડેરી અમુલ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટને ઓછું કરવા માટેની ઘણી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે અમુલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચિત કરવામાં આવી હતી.
દેશમાં આવી રહી છે અવાર નવાક કુદરતી આપદા
અમિત વ્યાસે આ અંગે જણાવ્યું હતુંકે કાર્બન ફૂટપ્રિન્ટની ચર્ચા આજે આખા વિશ્વમાં છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગ વિશ્વના વાતાવરણમાં બદલાવ માટે મહત્વનું કારણ બની રહ્યું છે, તેના કારણે ગ્લેશિયર ઓગળી રહ્યા છે. દરિયામાં જળ સ્તર ઊંચું આવી રહ્યું છે, વિશ્વના વાતાવરણમાં તાપમાન સરેરાશ 1.5 સેન્ટિગ્રેટ જેટલું વધી શકે છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અવાર નવાર કુદરતી આપદા વધી રહી છે. હાલમા આપણા દેશે ઉપરા છાપરી બે વાવાઝોડાનો સામનો કર્યો, આ તમામ વાતાવરણમાં જોવા મળતા બદલાવ,માટે કાર્બન ફૂટપ્રિન્ટ મહત્વનું જવાબદાર કારણ છે,અને છેલ્લા ઘણા વર્ષોમાં ઉદ્યોગિકરણ માં આવેલ ક્રાંતિ કાર્બન ઉત્સર્જન માં ખૂબ વધારો કર્યો છે.
ડેરીના કામમા પર્યાવરણનુ પણ ધ્યાન
અમુલ ડેરીની સ્થાપનાને 75 વર્ષની ઉજવણી ચાલી રહી છે, એવામાં અમુલ દ્વારા સ્થાપવામાં આવેલા પ્લાન્ટ અને ડેરી યુનિટ સાથે ઉપયોગમાં લેવાતા રોજિંદા કામ કાજમાં કાર્બન ફૂટપ્રિન્ટ પર ખૂબ ભાર આપવમાં આવી રહ્યો છે શક્ય એટલું પર્યાવરણ ની રક્ષા થાય તે રીતે અમુલ દ્વારા કામ કરવમાં આવી રહ્યા છે.
ડેરી ઉદ્યોગમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અમુલે કર્યા કારગર પ્રયત્ન સોર ઉર્જાનો ઉપયોગ
અમૂલ ડેરીના MD અમિત વ્યાસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમૂલ ડેરી દ્વારા શક્ય બને એટલો સોલાર (સૌરઉર્જા)ના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમુલના અદ્યતન ડેરી પ્લાન્ટમાં સોલાર ઓપરેટેડ લાઈટ પોલ લગાવવામાં આવ્યા છે જેથી શક્ય એટલી ઉર્જાની બચત કરી શકાય, સાથે સૌર ઊર્જા કુદરતી છે તેના માટે કોઈ ખર્ચ થતો નથી, જે ડેરી માટે પણ ફાયદા રૂપ સાબિત થાય છે. બીજી તરફ આ પ્રકારની કામગીરી અમુલના દરેક પ્લાન્ટમાં કરવામાં આવશે જે થી, આગામી સમયમાં ઉર્જાના મોટો કુદરતી સ્ત્રોતના ઉપયોગ થકી ઉર્જા ઉત્પન્ન કરી શકાય.
આ પણ વાંચો : PETA INDIAના આક્ષેપો પર GCMMFના વાઈસ ચેરમેને શું આપ્યો જવાબ
મિથેનનનું ઉત્પાદન ઘટે તે અંગે પ્રયાસ
પશુઓના છાણ માંથી ઉત્પન્ન થતા મિથેન ગેસને ઘટાડવા માટે અમુલ ડેરી દ્વારા બાયોગેસને મહત્વ આપવામાં આવી રહ્યું છે. પશુ પાલકો મોટે ભાગે ખેતી સાથે સંકળાયેલા હોય છે, જે લોકો ઘરે જ છાણ માંથી ગેસ ઉત્પન્ન કરી ઘરેલુ વપરાશ કરે અને તેમાંથી બનતી સ્લરીનો ખેતીમાં ખાતર તરીખે ઉપયોગ કરે છે. જેથી પશુના છાણ માંથી ગેસ અને ખાતર બને મેળવે છે અને વાતાવરણમાં મિથેનનું ઉત્સાર્જન ઘટે છે. જે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મહત્વનું યોગદાન આપે છે. આ પ્રકારનો પાઇલોટ પ્રોજેક્ટ આણંદ જિલ્લાના ઝાકરિયાપુરા ગામના કરવામાં આવ્યો છે અને તે ઘણો કારગર સાબિત થયો છે.
પાણીનો બચાવ
અમુલ ડેરીમાં દૂધની કામગીરી દરમિયાન પ્લાન્ટમાંથી સેફયુલન્સ(દુધવાળું પાણી) નીકળે છે, તેમાંથી પણ અમુલ દ્વારા બાયો CNG બનાવવામાં આવે છે. આ માંથી ઉત્પન્ન થતો ગેસ અમુલ ખનીજ સિસ્ટમમાં ઉપયોગમાં લે છે. જેથી કાર્બનનું ઉત્સાર્જન ઘટે છે વૃક્ષઓ બચે છે અને વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ પણ ઘટે છે. સામાન્ય રીતે 1 લીટર દૂધને પ્રોસેસિંગ પાછળ 3 લીટર પાણીનો ઉપયોગ પરંપરાગત રીતે થતો હતો. હાલમાં ટેકનોલોજી અને સિસ્ટમ અપડેસનના કારણે અમુલ ડેરીમાં 1 લીટર દૂધને પ્રોસેસિંગ માટે 0.8 લીટર પાણીની જરૂર પડે છે. પાણી પણ જીવન ચક્રનો મહત્વનો ભાગ છે, જે પણ કાર્બન ફૂટપ્રિન્ટ ના કારણે અશરગ્રસ્ત જણાઈ રહ્યું છે. તેવામાં અમુલ ડેરી દ્વારા રેન વોટર હારવેસ્ટિંગ થકી ભૂગર્ભ જલસ્ત્રર ને જાળવી રાખવા અને કૂવામાં પાણીનું સ્તર ઊંચું લાવી શકાય તે માટે તેના વિવિધ પ્લાન્ટ કવાર્ટર અને ફેકટરીમાં 20 જેટલા રેન વોટર હારવેસ્ટિંગ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે,જે વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારી ભૂગર્ભ જળના સ્તરને જાળવવા માટે મદદરૂપ બને છે.
ટેકનોલોજીનો સપૂર્ણ ઉપયોગ
અમુલ ડેરીનું નેટવર્ક ખૂબ વિસ્તરેલું છ. જેમાં અમુલ દ્વારા આણંદ ખેડા અને મહીસાગર જિલ્લામાં 1200 જેટલી દૂધ ઉત્પાદન મંડળીના લાખો પશુઓને ડિજિટલ ઈયર ટેગીંગથી આવરી લેવામાં આવ્યા છે. દરેક પશુનો એક અનોખો નંબર હોય છે. જેમાં તેની તમાંમ માહિતી અમુલ પાસે હોય છે. પશુ નું સ્વસ્થ્ય કેવું છે, તેની સ્થિતિ કેવી છે, તેનું સ્થાન વગેરે સાથે 24 કલાકના કોલસેન્ટર સુવિધા ઓન કોલ મેડિકલ સપોર્ટ જેવા પ્રયાસના કારણે આજે ટેકનોલોજી અને સુવિદ્યા થી વાર્ષિક 72000 કિલોમીટર ચાલે, જે એટલા ઇંધણની અમુલ દ્વારા વપરાશ ઓછો કરવામાં આવ્યો છે. સાથે આગામી સમયમાં અમુલ ડેરીના 150 જેટલા ટેન્કર ને ઇલેક્ટ્રિક સંચાલિત બનાવી ને તેને ચાર્જ કરવા માટે સૌરઉર્જા નો ઉપયોગ થાય તે દિશામાં અમુલ કામ કરી રહ્યું છે,સાથે જ અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં GPS ટ્રેકિંગ અને ઓટો સેમ્પલિંગ યુનિટ નાખીને ટેકનોલોજી ના ઉપયોગ થકી ઉર્જા સ્ત્રોત ની બચત કરવામાં આવી રહી છે.
કામકાર પેપરલેશ
અમુલ ડેરી પેપર લેસ સિસ્ટમ બનાવી રહી છે. અમિત વ્યાસે ઉમેર્યું હતું કે આજે અમુલ ડેરીમાં 95 ટકા કામ પેપર લેસ કરવામાં આવી રહ્યા છે. અને અમુલ પ્રયત્ન કરી રહ્યું છે કે આવનાર સમય માં 100 ટકા કામ પેપર લેસ કરી વર્ષે ઉપયોગ માં આવતા લાખો પેપરના વપરાશમાં ઘટાડો લાવી હજારો વૃક્ષોને બચાવી શકાય. અમુલના આ પ્રકારના પ્રયત્નો પ્રકૃતિના જતન અને કાર્બન ફૂટપ્રિન્ટ ને ઘટાડવા માં અતિ મહત્વ પૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો : જાણો કેવી રીતે કરે છે અમુલ કોલ્ડ સપ્લાય ચેનનું મેનેજમેન્ટ
અમુલ ગ્રીન સિસ્ટમ વિકસિત કરવામાં આવી
આ સાથે અમુલ ડેરીમાં ટેકનોલોજીને સિસ્ટમના વિસ્તરણ સાથે આગામી દિવસોમાં મહત્તમ કાર્બનનું ઉત્સાર્જન ઘટાડી શકાય અને પરિયારણ ને મદદરૂપ થાય તે પ્રકારની અમુલ ગ્રીન સિસ્ટમ વિકસિત કરવામાં આવી રહી છે. જેમાં કુદરતી સ્ત્રોત સૌરઉર્જાના વધુ માં વધુ ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે પ્લાન્ટમાં પણ આધુનિક સિસ્ટમ થકી સાંખ્ય બંધ બદલાવો કરી ને કાર્બનિક ઉતસર્જનની શક્ય એટલો ઘટાડો કરવામાં આવી રહ્યો છે,સોફ્ટ સ્ટાર્ટર, એન્જીનીયરીંગ સિસ્ટમ લેટેસ્ટ ટેકનોલોજી નો ઉપયોગ કરી અમુલ તેના અમુલ ગ્રીન ના સિદ્ધાંત ને સાકાર કરી રહ્યું છે.
કોલ્ડ સ્ટોરેજ વેરહાઉશ લેટેસ્ટ ટેકનોલોજી
અમુલ ડેરીના કાર્બન ફૂટપ્રિન્ટ ને ઘટવાના પ્રયત્નોની આજે દુનિયાએ નોંધ લીધી છે. અમુલ ડેરીએ તેના અતિઆધુનિક કોલ્ડ સ્ટોરેજ વેરહાઉશમાં પણ ટેકનોલોજી અને લેટેસ્ટ સિસ્ટમ લગાવી મલ્ટી સ્ટોરી સ્ટોરેજ સિસ્ટમ સાથેનું ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વેરહાઉસ બનાવીને ઓછા રેફ્રીજરેશનમાં વધારે પ્રોડક્ટને સ્ટોર કરવામાં આગે તેવી ક્ષમતા વિકસાવી છે જે એક મહત્વ નું પગલું કહી શકાય.