ગુજરાત

gujarat

ETV Bharat / state

અમૂલની મોટી સિદ્ધિ, એનિમલ હેલ્થ અને રીપ્રોડકટિવિટી માટે કર્યું મોટું કામ

એનિમલ હેલ્થ અને રીપ્રોડકટિવિટી માટે ડેટા રેકોર્ડિંગ અગત્યનું છે. જેની શરૂઆત અમૂલ ડેરી (Amul Dairy Anand) દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરી દેવામાં આવી છે. ઇન્ડિયન એનિમલ હેલ્થ સમિટનું (Indian Animal Health Summit 2022) તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદમાં આવેલી અમૂલ ડેરીને એક મોટો અને મહત્ત્વનો એવોર્ડ (Amul Dairy Anand Award 2022) પ્રાપ્ત થયો છે. આ સાથે પશુપાલકોને ફાયદો થાય એવી પણ વાત કરવામાં આવી હતી.

અમૂલની મોટી સિદ્ધિ, એનિમલ હેલ્થ અને રીપ્રોડકટિવિટી માટે કર્યું મોટું કામ
અમૂલની મોટી સિદ્ધિ, એનિમલ હેલ્થ અને રીપ્રોડકટિવિટી માટે કર્યું મોટું કામ

By

Published : Aug 1, 2022, 3:57 PM IST

આણંદઃઇન્ડિયન એનિમલ હેલ્થ સમિટનું (Indian Animal Health Summit 2022) તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ કર્યું હતું. ઇન્ડિયન એનિમલ હેલ્થ સમિટ ઍવોર્ડ 2022 ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા આયોજીત સમિટમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યના એનિમલ હેલ્થ સેક્ટરના (Animal Health Sector india) ડિરેક્ટર, આઇ.સી.એ.આરના વૈજ્ઞાનિકો અને ભારત સરકારના નીતિ આયોજકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં અમૂલ ડેરી (Amul Dairy Anand) તરફથી મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ, આરડા પ્રોજેકટ તેમજ સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ડૉ.ગોપાલ શુક્લા અને તેમની ટીમ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 4000 ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સર્વે પૂર્ણ, ચુકવાશે સહાય

શું બોલ્યા પ્રધાનઃ કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ જણાવ્યુ હતું કે, દૂધાળા પશુઓ અને માછલીઓનું આરોગ્યનું દેશની ઈકોનોમીમાં અને જીડીપીમાં પણ ઘણું મોટું યોગદાન છે. આ સમિટમાં વિવિધ પેનલ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરી દ્વારા ઈનોવેશન એન્ડ ટેક્નોલૉજી પહેલમાં અમૂલ દ્વારા અપનાવેલ વિવિધ ટેક્નોલૉજીનો વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરીએ શરૂ કરેલા હોમિયોપેથિક, આયુર્વેદિક મેડિસિન, સેક્સ સિમેન, ભ્રૂણ પ્રત્યારોપણ અને ડિજીટલ આઈડેન્ટીફીકેશન સિસ્ટમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ગ્લોબલ પાવર બનાવવાનો રોડમેપ તૈયારઃ જેનો સર્વે ઉમદા પૂર્વક રસ લીધો હતો. આ બે- દિવસની સમિટમાં પશુઓના આરોગ્ય વિષેની સઘળી માહિતી પર ભારત સરકારના નીતિ આયોજકો, સ્ટેટ ગવઁમેન્ટ અને ઈન્ડસ્ટ્રીસના લીડરો તેમજ ભારતભરમાંથી વિવિધ રાજ્યના એનિમલ હેલ્થ સેક્ટરના ડિરેક્ટર, આઇ.સી.એ.આરના વૈજ્ઞાનિકો અને ભારત સરકારના નીતિ આયોજકો, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ, આરડા પ્રોજેકટ તેમજ સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ડૉ.ગોપાલ શુક્લા અને તેમની ટીમ દ્વારા ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી હતી. એક વિશ્વફલક ઉપર ગ્લોબલ પાવર બનાવવાનો રોડમેપ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 13 લોકો સામે ફરિયાદ, કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા

અમૂલને એવોર્ડઃ જેમાં અમૂલ ડેરી, આણંદને શ્રેષ્ઠ કેટલ ફીડ અને કેટલ ફીડ સપ્લીમેન્ટ માટે ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. જેને અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે સ્વીકાર્યો હતો. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે પેનલ ડિસ્કશનમાં જણાવ્યુ હતુ કે એનિમલ હેલ્થ અને રીપ્રોડકટિવિટી માટે ડેટા રેકોર્ડિંગ અગત્યનું છે. જેની શરૂઆત અમૂલ ડેરીએ છેલ્લા ત્રણ વર્ષથી કરી છે. જેના ઉપયોગથી દૂધ ઉત્પાદકોને ઘણો લાભ પણ થયેલો છે. આ સમિટમાં અમૂલ ડેરી દ્વારા એક સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો જેમાં અમૂલ દ્વારા ઉત્પાદિત હોમિયોપેથિક, આયુર્વેદિક મેડિસિન, ઓર્ગેનિક ફર્ટિલાઈઝર, સેક્સ સિમેન, ભ્રૂણ પ્રત્યારોપણ અને ડિજીટલ આઈડેન્ટીફીકેશન સિસ્ટમ વિષે માહિતગાર કરી તેના ફાયદા પણ સમજાવ્યામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details