- આણંદમાં અનોખું કેફે શરૂ કરવામા આવ્યું
- મધુભાન રિસોર્ટમાં શરૂ કરવામાં આવ્યુ ફૂડ ગેલેરિયા કેફે
- સંપૂર્ણ ઓર્ગેનિક પદાર્થોનો થશે ઉપયોગ
- આણંદ જિલ્લામાં પ્રથમ ઓર્ગેનિક કેફેની શરૂઆત
આણંદઃ શહેરમાં સોજીત્રા રોડ પર મધુભાન રીસોર્ટ એન્ડ સ્પા દ્વારા ખૂબ જ અનોખા પ્રકારના ફૂડ ગેલેરીયા કેફની શરૂઆત કરવામાં આવી છે. મધુભાન ગેલેરીયા અને મધુવન ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજીટેબલનું મિશ્રણ એ આ કેફીની આગવી વિશેષતા સાબિત થઈ રહેશે. ફૂડ ગેલેરીયામાં બનાવવામાં આવતી દરેક વસ્તુ ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજિટેબલ્સમાંથી બનાવવામાં આવશે અને આ કેફેના મેન્યુની અન્ય વાનગીઓ માં વપરાતી સામગ્રી પણ ઓર્ગેનિક ખરીદવામાં આવશે, જેથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે જોખમરૂપ પેસ્ટીસાઈઝ યુક્ત ખોરાકમાંથી ગ્રાહકોને મુક્તિ મળી શકે.
આણંદમાં અનોખું ફૂડ ગેલેરીયા કેફે ચાલુ કરવામાં આવ્યું ગ્રાહકોને મળશે તંદુરસ્ત ભોજન
મધુભાન રીસોર્ટ એન્ડ સ્પાના સીઈઓ તરૂણા પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મારું માનવું છે કે મધુવનમાં પીરસવામાં આવતા ખોરાકથી ગ્રાહકના સ્વાસ્થ્ય અને શરીર પર કોઈ પ્રકારનું જોખમ ઊભું ન થવું જોઈએ, આ કારણે જ અમે કેટલાક શ્રેષ્ઠ પદાર્થ પસંદ કર્યા છે, જે અમારા ગ્રાહકોને તંદુરસ્ત ભોજનની અનુભૂતિ સાથે ગુણવત્તા સભર ખોરાકની ખાતરી આપે છે.
આણંદમાં અનોખું ફૂડ ગેલેરીયા કેફે ચાલુ કરવામાં આવ્યું દરેક વસ્તુ ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજીટેબલથી બનાવવામાં આવશે
વધુમાં જણાવ્યું કે, વર્તમાન કોરોના મહામારીમાં જ્યારે હોટલ અને ફૂડ ઈન્ડસ્ટ્રીને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે, ત્યારે એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અને લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક પૂરું પાડવાના હેતુસર પણ ગેલેરીયાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દરેક વસ્તુ ઓર્ગેનિક ફાર્મ ફ્રેશ વેજીટેબલથી બનાવવામાં આવશે અને સાથે લોકો ત્યાં આવીને નયનરમ્ય વાતાવરણમાં ઓર્ગેનિક વેજિટેબલ અને ફ્રુટની ખરીદી પણ કરી શકશે. સાથે જ વિશેષ પ્રકારના ઓર્ગેનિક પદાર્થો થકી બનેલા ભોજનનો પણ આનંદ માણી શકશે.
આણંદમાં અનોખું ફૂડ ગેલેરીયા કેફે શરૂ કરવામાં આવ્યું