અલ્પેશ પુરોહિત દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજીને વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતા તાનાશાહી વહીવટ તથા ગેરરીતિ અંગે ચોંકાવનારી માહિતી આપી હતી. ETV BHARAT સાથેની ખાસ ચર્ચામાં અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેર વહીવટ અને જાતિવાદ અંગેની બાબતે વિજય રૂપાણી, રાજ્યપાલ તથા ઉચ્ચ શિક્ષણ અધિકારીને પત્ર લખી ગત 2 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સરદાર પટેલ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જાતિવાદના નામે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે અન્યાય થઈ રહ્યા હોવાના આક્ષેપ પણ અલ્પેશ પુરોહીત દ્વારા કરવામાં આવ્યો છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટીમાં ગેરવહીવટના આક્ષેપ કર્યા - સરદાર પટેલ યુનિવર્સિટીના તાજા સમાચાર
આણંદ: વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલા સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને વિદ્યાર્થી આગેવાન અલ્પેશ પુરોહિત દ્વારા, યુનિવર્સિટીમાં ગેરવહીવટ ચાલતા હોવાના તથા યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યો છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટીમાં ગેરવહીવટના આક્ષેપ કર્યા
અલ્પેશ પુરોહિત દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આ અંગે સાચી તપાસ કરી યૂનિવર્સિટીના સત્તાધીશો ઉપર કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત વિજય રૂપાણી યુનિવર્સિટીના વહીવટમાં થતાં ભ્રષ્ટાચાર અંગે નિષ્પક્ષ તપાસ કરાવશે તો, અલ્પેશ પુરોહીત 1,000 જેટલા વિદ્યાર્થીઓ સાથે સચિવાલયમાં મુખ્ય પ્રધાનનું સન્માન કરશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે.