ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લામાં આનંદ: વધુ 6 દર્દીએ કોરોનાને આપી માત

આણંદ જિલ્લામાં કોરોના વાઈરસની મહામારીના કારણે જિલ્લામાં હાલ પોઝિટિવ કેસોની સંખ્યા 41 સુધી પહોંચી છે. ત્યારે આણંદ જનરલ હોસ્પિટલમાં 14 અને 15 એપ્રિલના રોજ ખંભાતનાં દાખલ થયેલા 6 પોઝિટિવ દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ કોરોના સામેની જંગમાં જીત મેળવી છે. જે બાદ આણંદ જનરલ હોસ્પિટલમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ 6 સ્વસ્થ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

આણંદ
આણંદ

By

Published : Apr 24, 2020, 12:45 PM IST

આણંદ: શહેરની જનરલ હોસ્પિટલમાં સારવાર બાદ સાજા થયેલા 6 દર્દીઓ કોરોના સામેની જંગમાં જીત મેળવતા આણંદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં ખંભાતનાં આશાબેન રાણા (ઉં.35 વર્ષ), વંશ કેતનકુમાર રાણા (ઉં.11 વર્ષ), ગોપાલદાસ રાણા (ઉં. 60 વર્ષ), મીનાક્ષી. રાણા (ઉં.24 વર્ષ), યુવરાજ કે.રાણા (ઉં. 9 વર્ષ) અને નડિયાદનાં ભારતીબેન એમ શાહ (ઉં. 56 વર્ષ) સ્વસ્થ થતા હોસ્પિટલનાં તબીબો, નર્સ સ્ટાફ અને વોર્ડ બોય દ્વારા તાળીઓથી વધાવી લેવામાં આવ્યા હતા. જે બાદ તેમને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સહર્ષ વિદાય આપવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં આનંદ: વધુ 6 દર્દીએ કોરોનાને આપી માત


આ દર્દીઓને વિદાય આપવા જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, વિશેષ ફરજ પરનાં સચિવ સંદિપકુમાર ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે વિદાય લેતા તમામ દર્દીઓને હજી પણ પોતાના ઘરમાં વધુ 14 દિવસ તબીબોના માર્ગદર્શન મુજબ કાળજી લઈ તેનું પાલન કરવા જણાવ્યું હતું. આજે જે દર્દીઓને રજા આપવામાં આવી છે. તે પૈકીનાં નડિયાદનાં ભારતીબેન એમ શાહ (ઉં.56 વર્ષ) કે જેમને થાઈરોઈડ અને ડાયાબિટીસની બીમારી હોવા છતાં તેમણે આજે કોરોનાને માત આપી છે. જ્યારે ખંભાતના વંશ કેતનકુમાર રાણા (ઉં. 11 વર્ષ) અને યુવરાજ કે.રાણાએ (ઉં. 9 વર્ષ) કોરોનાને માત આપી છે. જેથી કોરોનાની બીમારીથી કોઈપણ વ્યક્તિએ તેનાથી ડરવાની કે, ભય રાખવાની જરૂર નથી, તેમ કલેક્ટરે જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં સૌથી વધુ સંક્રમિત બનેલ ખંભાત અને ઉમરેઠના દર્દીઓ સ્વચ્છ થતા સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આણંદ જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 41 પર પહોંચી છે. તો કોરોનાથી બે દર્દીઓનું મોત થયું છે, તો કુલ 10 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે.

ABOUT THE AUTHOR

...view details