ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં 'સમાન કામ, સમાન વેતન'ની માગ લઇ સફાઇકર્મીઓ ફરી એકવાર હડતાલ પર ઊતર્યા - Amreli

અમરેલી: તાલુકાની નગરપાલિકાના સફાઇકર્મીઓ છેલ્લાં પાંચ દિવસથી હડતાલ પર બેઠાં છે. સફાઇ કામદારો સમાન કામ, સમાન વેતનનો અધિકાર અને  તમામ સરકારી લાભ મેળવવા માટે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. પણ તંત્ર સફાઇ કામદારોની માગ બાબતે કોઇ જવાબ આપવા તૈયાર નથી. જેના કારણે સફાઇકર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલીમાં 'સમાન કામ, સમાન વેતન'ની માગ લઇ સફાઇકર્મીઓ ફરી એકવાર હડતાલ પર ઊતર્યા

By

Published : Jul 21, 2019, 4:32 AM IST

અમરેલી શહેરમાં પાંચ દિવસથી 178 જેટલા સફાઈ કામદારો હડતાલપર બેઠા છે. તેઓ સમાન વેતની અને સરકારી લાભનો હક મેળવવા માટે માગ કરી રહ્યાં છે. સફાઇ કર્મીઓ જણાવી રહ્યાં છે કે, ફિક્સ રોજમદારોને માત્ર 3500 રૂપિયા આપવામાં છે. ત્યારે નિવૃત કર્મચારીઓને ફરી નોકરીમાં લઈ 10,000 રૂપિયા ચુકવવામાં આવે છે. આમ, ફિક્સ વેતનના કામદારો સાથે શોષણ કરી અન્યાય કરવામાં આવતા નગરપાલિકાના 178 જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા છે. નગરપાલિકા સામે ધરણાં કરી વિરોધ કરી રહયા છે.

અમરેલીમાં 'સમાન કામ, સમાન વેતન'ની માગ લઇ સફાઇકર્મીઓ ફરી એકવાર હડતાલ પર ઊતર્યા

ઉલ્લેખનીય છે કે, આ અંગે અગાઉ પણ સફાઇકર્મીઓએ અનેકવાર સ્થાનિક તંત્રમાં અનેકવાર રજૂઆત કરી હતી. છતાં અત્યાર સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે સફાઇકર્મીઓને તંત્ર સામે વિરોધ કરવાની ફરજ પડી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details