અમરેલીના ખાંભા તાલુકાના ડેડાણ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો. ગામની મહિલાઓએ ગ્રામપંચાયતે છાજીયા લઈ વિરોધ દર્શાવ્યો હતો. માહિતી પ્રમાણે, ડેડાણના મફતપરા વિસ્તારની મહિલાઓનો આક્ષેપ છે કે, છેલ્લા દોઢ મહિનાઓથી પાણી મળતું નથી અને મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવી પડે છે.
અમરેલીમાં પાણી ન મળતા મહિલાઓએ પંચાયતને ઘેરી - AMR
અમરેલીઃ પાણીના મળે તો ગ્રામવાસીઓ શુ કરે? આવી જ કંઈક સ્થિતિનું નિર્માણ થયુ છે અમરેલીના ડેડાણ ગામમાં. જ્યાં ગ્રામજનોને પીવાનું પાણી ન મળતા ગામની મહિલાઓએ ગ્રામ પંચાયત પર જઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
અમરેલીમાં પાણી ન મળતા મહિલાઓએ પંચાયતને ઘેરી
પાણીના પ્રશ્નને લઈ મહિલાઓએ ગ્રામ પંચાયતે પહોંચી રોષ ઠાલવ્યો હતો, પરંતુ મહિલાઓને ગ્રામપંચાયતના અધિકારી પાસેથી કોઈ જવાબ ન મળતાં તેમણે ધારાસભ્ય અમરીશ ડેરને રજુઆત કરી પોતાની વ્યથા ઠાલવી હતી. આ મામલે ધારાસભ્યએ મહિલાઓને ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.