અમરેલી: દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે વડાપ્રધાન મોદીએ આજરોજ 9 કલાકે ઘરની તમામ લાઇટ બંધ કરી અને સતત 9 મિનિટ સુધી દીવા, મીણબતી, મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ રાખવા આહ્વાન કર્યુ છે. જેના પગલે દેશ હાલમાં સંપુર્ણ તૈૈયારી કરી રહ્યો છે, ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો.
વડાપ્રધાન મોદીના દીપ પ્રગટાવવાની અપીલ પર સાવરકુંડલાના ધારાસભ્યનો કટાક્ષ
વડાપ્રધાન મોદીએ કોરોના કહેરને લઇને દેશની જનતાને સંબોધન કરતા જણાવ્યું કે, 9 કલાકે ઘરની તમામ લાઇટ બંધ કરી અને સતત 9 મિનીટ સુધી બાલકનીમાં દીવા, મીણબતી અને મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ રાખવા અપીલ કરી છે. આ તકે સાવરકુંડલાના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી અને કટાક્ષ કર્યો હતો.
ધારાસભ્યનો કટાક્ષ
ધારાસભ્ય પ્રતાપ દુધાતે સોશિયલ મીડિયા પર ધેટાની આંખો ચમકતી હોય તેવો ફોટો શેર કરાયો હતો અને વડાપ્રધાન મોદીની અપીલનો વિરોધ દર્શાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીએ દેશની જનતાને આજરોજ 9 કલાકે ઘરની લાઇટ બંધ કરી અને સતત 9 મિનિટ સુધી દીવા, મીણબતી અને મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ કરવાની અપીલ કરી છે.