- સાવરકુંડલામાં ધરણા પર ઉતરેલા ધારાસભ્ય(Savarkundla MLA)ની કરાઇ અટકાયત
- સાવરકુંડલાના ધારાસભ્યએ PGVCL સામે ધારણા કરતા પોલીસે કરી અટકયાત કરી
- સાવરકુંડલા પોલીસ પહોંચી હતી ધરણા સ્થળ પર
અમરેલીઃ જિલ્લામાં વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં હજી પણ વીજ કંરટનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સાવરકુંડલા તાલુકાના વિજપડીમાં લાઇટની સમસ્યાને લઇને ધારાસભ્ય (Savarkundla MLA)પ્રતાપભાઈ દુધાત દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિજપડી ગામની PGVCL કચેરી (pgvcl office)સામે ધારાસભ્યએ પ્રતાપ દૂધાત દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે પોલીસ પહોંચી ગઈ હતી અને ધારાસભ્યની અટકાયત કરવામાં આવી હતી. ધારસભ્યની અટકાયત ન કરવારવામાં આવતા ખેડૂતો અને રહિશોમાં રોષ જોવા મળ્યો હતો. રોષના કારણે પ્રજા દ્વારા ઉર્જાપ્રધાન હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પાટણમાં કોંગ્રેસના ધરણા
લાઇટ ન આવવાથી ખેડૂતોમાં રોષ
તૌકતે વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામાં મોટાભાગે ખેતીવાડીની લાઈટ હજી પણ આવી નથી અને હજી પણ વધારે દિવસો લાગી શકે તેવુ PGVCL દ્વારા જણાવવામાં આવ્યું રહ્યુ છે, ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય અને વરસાદ પડી રહ્યો છે. તેવામાં ખેતીમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વીજળી ખેડૂતો માટે અતિ જરૂરિયાત બની છે પરંતુ લાઇટ ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે અગાવ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જિલ્લા કલેક્ટર સહિત PGVCLના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી રજૂઆતો કરવા છતાં કોઇ હલ આવ્યો ન હોવાથી આં ધરણાં કરવા પડ્યા હતા.