અમરેલી: સંભવિત વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામાં આજે મેઘ મન મૂકીને વરસ્યો હતો. જિલ્લાના કોસ્ટલ વિસ્તારથી વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ગામોમાં ભરાયા પાણી
અમરેલીમાં ભારે પવન સાથે પડેલાા વરસાદના કારણે વડીયા- કુકાવાવ માર્ગ પર વૃક્ષ ધરાશાય થયા હતા. તો જાફરાબાદના હેમાળમાં પણ પાણી ફરી વળ્યાં હતા.
જેને કારણે વડીયા તાલુકાના અનિડા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતા વડીયા- કુકાવાવ માર્ગ બંધ થઈગયો હતો. તો બીજી તરફ જાફરાબાદના હેમાળ ગામમાં વધુ વરસાદ પડવાથી નેરડીમાંથી ગામમાં પાણી ઘૂસ્યા હતા. જેને લઇને હેમાળ ગામે પુર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
અમરેલી જિલ્લામાં આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડા:
અમરેલી - 44 મિલીમીટર
ખાંભા - 72 મિલીમીટર
જાફરાબાદ - 5 મિલીમીટર
બાબરા - 3 મિલીમીટર
રાજુલા - 41 મિલીમીટર
લીલીયા - 51 મિલીમીટર
સાવરકુંડલા - 19 મિલીમીટર