પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં અમરેલી શહેરના જીવરાજ મહેતા ચોકમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જે મામલે પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે અમરેલીમાં વિરોધ પ્રદર્શન, ધાનાણીની અટકાયત - protest
અમરેલીઃ પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં શનિવારે રસ્તા રોકો આંદોલન કરી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જે મામલે પરેશ ધાનાણી સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
જેમાં જણાવ્યું હતું કે, “ભાજપ સરકારના કારણે રાજ્યમાં સામાન્ય માણસની સમસ્યાઓ વધતી જાય છે, સામાન્ય માણસને સરકારી તંત્રના દૂરઉપયોગથી અત્યાચારથી ડરાવવાના પ્રસંગો બની જાય છે. તેવા પ્રસંગોના 10 જેટલા લોકોએ જીવ ગુમાવેલ હતા, જેમને સાંત્વના પાઠવવા માટે ગયેલી પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી, તેમજ પ્રિયંકા ગાંધી જે લડાઈ લડી રહ્યા છે, તેમાં દેશનો યુવાન તેની સાથે છે, તે ટેકા માટે આજ અમરેલી રસ્તા રોકો આંદોલન કરેલ, જે સરકાર દ્વારા આજ અમારો આવાજ રજૂ કરતા અટકાયત કરવામાં આવી હતી.”