ગુજરાત

gujarat

ETV Bharat / state

નદીઓમાં નવા નીરનું આગમન થવાથી, લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ - Amreli

અમરેલી:ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદનું આગમન થયુ છે ત્યારે  અમરેલીમાં પણ વરસાદ ધોધમાર વરસ્યો છે. વરસાદ થતા નદીઓમાં નવા નીર આવવાથી જાણે કુદરતની મહેર થઇ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

નદીઓમાં નવા નીરનું આગમન થવાથી,લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

By

Published : Jul 22, 2019, 4:02 AM IST

અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જયારે સાવરકુંડલામાં આવેલી શેત્રુંજી નદીના દ્ગશ્યો નવા નીર આવ્યા છે. સુકી દેખાતી નદીઓમાં નવા નીર આવ્યા છે. બગસરામાં ભારે વરસાદને લઈને સાંતલડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, તો જાંજરિયા ગામ જવાના બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.સમઢીયાળા અને લીલિયાની નાવલી નદીમાં ધોધમાર વરસાદના કારણે થતા પૂર આવ્યુ છે,નાવલી નદી બે કાંઠે વહેતી થતા લીલિયા ગામમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યુ હતુ.

નદીઓમાં નવા નીરનું આગમન થવાથી,લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

ABOUT THE AUTHOR

...view details