સમગ્ર ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન અમરેલી અને જૂનાગઢમાં સૌથી વધારે થાય છે. ભારતના લોકો આ કેસર કેરીથી પરિચિત તો છે પરંતુ વિદેશના લોકોમાં પણ કેસર કેરીનો ચસ્કો જોવા મળે છે. સાવરકુંડલા પાસેના વીરડી ગામે સવાણી ફાર્મ છે, જે કેસર કેરીનો બગીચો છે. અહીંથી વિદેશમાં પણ કેરીઓ એક્સપોર્ટ થાય છે ત્યારે સવાણી ફાર્મ ખાતે USના પેનસોનિવિયા સ્ટેટમાં ફૂડ વોશિંગટન ગામ છે. જ્યાં જર્મન ટાઉન એકેડેમી નામની સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના 10 જેટલા સ્ટુડન્ટ ઇન્ડિયન કલ્ચર અને ખાસ કરીને કેસર કેરી વિશે જાણવા માટે ગુજરાત આવ્યા છે.
કેસર કેરીની સુગંધ અમેરિકન સ્ટુડન્ટ્સને ખેંચી લાવી ગુજરાત
અમરેલીઃ ઉનાળાની બપોરે ધમધોખતા તડકમાં ઘરે કેરીનો સ્વાદ આહલાદક લાગે છે. ફળોનો રાજા કહેવાતા કેસર કેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સમગ્ર વિશ્વમાં કેરીમાં કેસર કેરીનું ખાસ મહત્વ છે. કેરીની અનેક વિધ જાત વિશ્વમાં જોવા મળે છે. ગુજરાતની કેસર કેરી માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે.
સ્પોટ ફોટો
કેરીઓ તો અનેક જાતની છે. પરંતુ કેસર કેરીના સ્વાદમાં ખાસ શુ છે, શા માટે કેસર કેરી સમગ્ર વિશ્વમાં વખણાય છે. તે જાણવા અને કેસર કેરીનો પાક કઈ રીતે લેવાય છે તેનો અભ્યાસ કરવા એક ગ્રુપ અમેરિકાથી ગુજરાત આવી પહોંચ્યું છે.
Last Updated : Jun 11, 2019, 2:56 PM IST