અમરેલીના લાઠીમાં પશુઓને ઘાસચારો ન મળતા માલધારીઓનો હલ્લાબોલ - dhaval ajugiyો
અમરેલીઃ લાઠી તાલુકામાં મોટી સંખ્યામાં માલધારીઓ પોતાના પશુધન સાથે વસે છે. અહીં છેલ્લા કેટલાય સમયથી પશુઓને ઘાસચારો મળતો નથી, તેના કારણે રોષે ભરાયેલા માલધારીઓએ આજે પશુઓ સાથે પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો હતો.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાને રાજ્ય સરકારે અસરગ્રસ્ત જાહેર કર્યો છે, પરંતુ અસરગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાને મળવી જોઈતી પૂરતી સુવિધાઓ અહીં પહોંચી નથી. લાઠી તાલુકામાં મોટી સંખ્યામાં માલધારીઓ વસે છે. જેઓ પાસે બહોળી સંખ્યામાં પશુધન છે અને આ પશુઓ ઉપર જ તેમના જીવનનો ગુજારો થતો હોય છે. તેવા કિસ્સામાં લાઠી તાલુકામાં ઘાસચારાનું દુર-દુર સુધી દેખાતો નથી. દુર-દુર સુધી પશુઓ માટે ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે માલધારીઓએ સરકાર સમક્ષ અનેક વખત આ સમસ્યાના નિવારણ અર્થે ન્યાયની ગુહાર લગાવી હતી. છતાં તેમને તંત્ર તરફ યોગ્ય પ્રત્યુત્તર મળતો ન હતો.