- અમરેલીમાં આગામી મહિનામાં લોક અદાલતનું આયોજન
- સિવિલ કેસોની થશે સુનવણી
- અટકેલા કેસોનો નિકાલ આવે તે માટે આયોજન
અમરેલી: દેશની કોર્ટમાં લાખોની સંખ્યામાં કેસોની સુનાવણી બાકી છે અને કેટલાય કેસો એવા છે કે જેની કોર્ટમાં એકપણ વાર તારીખ પણ નથી પડી. કોર્ટનુ ભારણ ઘટાડવા અને લોકોને જલ્દી ન્યાય મળે તે માટે શહેરો-ગામમાં લોક આદાલતનુ આયોજન કરવામાં આવે છે જેમાં લોકોને ત્વરીત ન્યાય મળે છે અને કોર્ટમાં કેસોનો વધારો પણ નથી થતો. આવી જ એક લોક અદાલત અમરેલીમાં યોજાવાની છે જ્યા વિવિધ કેસોનુ સમાધાન કરવામાં આવશે.
લોક અદાલતનું આયોજન
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલીના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક જજ પી. એસ. બ્રહ્મભટ્ટ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત અમરેલી અને અમરેલી તાલુકા કોર્ટોમાં આગામી મહિનાની 10 તારીખે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.