અમરેલીઃ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે જેના લીધે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદ થતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે. અમરેલી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા.
અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ, અનેક નદી નાળા છલકાયા - amreli adequate water in river
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદ થતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે.
અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ, અનેક નદી નાળા છલકાયા
જિલ્લાના વડીયા શહેર તેમજ રામપુર, તોરી ,મોરવાડા ,અરજણશુખ, ખાનખીજડિયામાં વરસાદ પડ્યો હતો. જ્યારે બાબરા પંથકમા મુશળધાર વરસાદ પડ્યો હતો. બાબરાના ધરાઈ ગામમા 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના વડેરામાં 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે જાળીયામાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયાં હતા. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદથી જનજીવન ખુશખુશાલ થયું હતું.