અમરેલીમાં લાઠી તાલુકાની કલાપી વિનય મંદિરમાં ધોરણ 9માં એડમીશન માટે વિદ્યાર્થીઓની પડાપડીનો માહોલ સર્જાયો હતો. લાઠીની આ સ્કૂલમાં ધોરણ 9 માટે એડમિશન પ્રક્રિયા સોમવારે શરૂ થશે. જેના પગલે રવિવાર રાતથી જ સ્કૂલના ગેઇટ બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી ગઈ છે.
લાઠીની કલાપી શાળામાં ધો-9ના એડમિશન માટે પડાપડી
અમરેલીઃ લાઠીની ક્લાપી માધ્યમિકમાં શાળામાં ધોરણ 9માં એડમિશન માટે લાંબી કતારો લાગી ગઇ છે. સોમવારના એડમીશન માટે રવિવાર રાતથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે.
આ સ્કૂલમાં દર વર્ષે વિધાર્થીઓનો ઘસારો જોવા મળે છે. પણ શાળામાં ધોરણ 9ના વર્ગો પૂરતા ન હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી. ત્યારે સ્કૂલ સત્તાવારઓના જણાવ્યા પ્રમાણે શાળામાં ધોરણ 9ના વર્ગો માટે શિક્ષણ વિભાગને લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવી છે. પણ આજ દિન સુધી શિક્ષણ વિભાગ ઉંધી રહ્યું હોય તેમ વર્ગોની મંજૂરી આપવામાં આવી જ નથી. જેના પગલે આ સ્કૂલમાં એડમિશન માટે વાલીઓ અને બાળકોને રાત ઉજાગરો કરી લાઈનમાં ઉભવું પડે છે. શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે ધોરણ 9ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી વાલીઓ અને સ્કૂલ સતાવારાઓએ માંગ કરી છે.