ગત એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાને બાનમાં લેનારા માનવ ભક્ષી દીપડાના 48 કલાક બાદ પુરાવા મળ્યા છે. બગસરા તાલુકાના કડાયા ગામ નજીક આવેલા સોનારીયા ડેમ વિસ્તારમાં દીપડાની હાજરીના પુરાવાઓ મળી રહ્યા છે. જેને લઇને હવે વનવિભાગની ટીમ કડાયા ગામ તરફ જવા રવાના થઇ છે. વનવિભાગની ટીમ સાથે દીપડાને પાંજરે પૂરી શકાય અથવા તો તેને જે તે સ્થળ પર ઠાર મારી શકાય તે માટે શાર્પ શૂટરો પણ સાથે ગયા છે.
માનવભક્ષી બનેલા દીપડાના કડાયા નજીક પુરાવા મળ્યા, વન વિભાગ સતર્ક
અમરેલી: ગત અઠવાડિયાથી જિલ્લાના બગસરા તાલુકામાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાની હાજરીના પુરાવા મળ્યા છે. જેથી, વનવિભાગની ટીમ દીપડાને પકડવા ઘટના સ્થળે દોડી આવી છે.
માનવભક્ષી બનેલા દીપડાની કડાયા નજીક પુરાયા મળ્યા
પ્રારંભિક તબક્કે દીપડાને જીવતો પકડવાનો પ્રયાસ વનવિભાગ કરશે. પરંતુ જો દીપડો વન વિભાગની જાળમા નહીં આવે તો, ખાસ તાલીમ પામેલા શાર્પ શૂટરો દ્વારા તેને ઠાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. છેલ્લા 48 કલાકથી દીપડાના કોઈ પુરાવા મળતા નહોતા પરંતુ હવે દીપડાના પુરાવાની જાણ થઈ છે, ત્યારે વનવિભાગને આ દીપડાને પકડવામાં અથવા તો મારવામાં સફળતા મળે તેવી ગામ લોકો અને ખેડૂતો આશા સેવી રહ્યા છે.