ખીજડિયા અને આજુબાજુના ગામોમાં વરસાદ નહિવત પ્રમાણમાં પડ્યો છે, જેથી કરીને ખેડૂતે બે બે વાર વાવણી કરી પરંતુ વરસાદ ઓછા પ્રમાણમાં પડવાથી પાક નિષ્ફળ ગયો છે અને હવે જો વરસાદ આવે તો પણ કોઈ શક્યતા નથી કે અહીં પાક લઇ શકાય. ફરીવાર વરસાદ ન થતા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. પાકમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા પાકને નુકસાની થઈ છે. હાલ જો વરસાદ પડે તો પણ હવે કોઈપણ પાક લેવો કે નહીં એક પ્રશ્ન છે.
વરસાદની રાહે ખેતર બન્યા સુકા ભઠ્ઠ, બે-બે વાર વાવણી કરવા છતાં વાવેતર ન થયું
અમરેલીઃ શહેરના છેવાળાના ખીજડિયા ગામમાં ખેડૂતોએ કપાસમાં પાકની બે-બે વાવણી કરવા છતાં પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે, પાણી ન મળવાથી જમીન સુકી ભઠ્ઠ બનીને રહી છે. જેને લીધો ખેડૂતોમાં પણ ડર વર્તાઈ આવે છે.
પાણી વિના થયા ખેતરો સૂખાભઠ્ઠ
આમ આ ગામની આજુબાજુના વિસ્તારોમાં વાવેતર પણ થયુ નથી. તેથી હાલ ખેડૂતોની હાલત દયનીય છે.