- આધેડ ટીંબી ગામે જતા હતા ત્યારે બની ઘટના
- વીજળીનો વાયર ગળામાં ફસાયો
- વાયર ગળામાં ફસાતા આધેડનું મોત
અમરેલી:જાફરાબાદ તાલુકાના શેલણામાં રહેતા એક વ્યક્તિ પોતાનું બાઇક લઇને ટીંબી ગામ જતા હતા ત્યારે રસ્તામાં અચાનક વાવાઝોડાના કારણે વીજ વાયર ગળામાં ફસાઇ જતા તેમનું સારવાર બાદ મોત થયું હતું.
આ પણ વાંચો:હોસ્પિટલના પરિસરમાં ઇલેક્ટ્રિક તાર તૂટી પડતા પિતા-પુત્ર દાઝયા
સારવાર માટે દવાખાને ખસેડાયા
આ વ્યક્તિ ના મોતની આ ઘટના જાફરાબાદ તાલુકાના શેલણા અને ટીંબી વચ્ચે બની હતી. અહી રહેતા નાજાભાઇ હમીરભાઇ કલસરીયા (ઉ.વ.50) નામના વ્યક્તિ પોતાનું બાઈક લઇને ટીંબી ઘરે જઇ રહ્યાં હતા. રસ્તામાં વાવાઝોડાંના કારણે અચાનક વીજ વાયર તેમના ગળામાં ફસાઇ જતા તેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. ત્યાં તેમનુ સારવાર દરમિયાન મોત થયું હતું. નાગેશ્રી પોલીસ મથકમાં જાણ થતાં પોલીસ અધિકારી જે.સી.ઠાકોર વધુ તપાસ ચલાવી રહ્યાં છે.
આ પણ વાંચો: બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગળે ફાસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો