ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના ગઢમાં ગાબડું, 200 કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો - Gujarat

અમરેલી: લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસની મુશ્કેલીઓ દુર થવાનું નામ નથી લેતી. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ સમાન અમરેલી જિલ્લામાં કોંગ્રેસના ૨૦૦થી વધુ મહત્વના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કરતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 29, 2019, 3:04 AM IST

અમરેલી જિલ્લો એટલે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે. આવા સમયે જ કોંગ્રેસના મહત્વના સહકારી આગેવાન અને સાવરકુંડલા એ.પી.એમ.સીના ચેરમેન દીપક માલાણીની આગેવાનીમાં ૨૦૦થી વધુ સહકારી આગેવાનોએ કોંગ્રેસને રામ રામ કરી દઈ ભાજપનો ખેસ ધારણ કરતા આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

200 કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા તમામ આગેવાનોને આવકારતા જણાવ્યું કે, આ તમામ કોંગ્રેસના આગેવાનો પરિવારવાદની પાર્ટી છોડીને હવે રાષ્ટ્રવાદી પાર્ટીમાં જોડાયા છે.

સાવરકુંડલા વિસ્તારના દિગ્ગજ કોંગ્રેસના આગેવાન દીપક માલાણી છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ હતા. ખાસ કરીને નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને લાઠી બાબરાના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પર તેઓ સતત પ્રહાર કરતા હતા. એક સમયે દીપક માલાણીએ અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા પણ કાર્ય હતા. આમ છતાં પણ તેઓની ફરિયાદ કોઈએ ન સાંભળતા ગુરૂવારે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

સાવરકુંડલા ખાતે યોજાયેલા ભાજપ સંમેલનમાં આજે સાવરકુંડલા તાલુકાના ૨૦ ગામના સરપંચો, તેમજ ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીના પ્રમુખો અને આગેવાનો તેમજ જિલ્લા પંચાયતના ૨ સદસ્યો સહીત ૨૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા સાવરકુંડલા વિસ્તારમાં કોંગ્રેસની કેડ ભાંગી નાખી હોય તેવો રાજકીય માહોલ સર્જાયો છે.

ABOUT THE AUTHOR

...view details