- તૌકતેને કારણે દરિયા કાંઠે આવેલા તાલુકામાં ભારે નુકસાન
- ભારે વરસાદ અને પવનના કારણે મીઠાનું ધોવાણ
- મીઠા ઉદ્યોગને સહાય માટે ખાસ પેકેજ જાહેર કરવા માટે માંગ
અમરેલી: જિલ્લાના દરિયાકાંઠે મીઠાનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વાવાઝોડાએ દરિયા કાંઠે આવેલા તાલુકામાં ખુબજ નુકસાન પહોચાડ્યું છે. રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયા કિનારાના વિસ્તારોમાં હજારો એકર જમીનમાં મીઠાંનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. આં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓ, નાના આગરિયા, સહકારી મંડળીઓ મીઠું ઉત્પાદન કરે છે. વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થયુ છે.
ભારે વરસાદ અને પવનના કારણે ધોવાણ
આ કંપનીઓ આગરીયા અને મંડળીઓ દ્વારા એકઠું કરાયેલું મીઠું વાવાઝોડાના ભારે વરસાદ અને પવનના કારણે ધોવાણ થયું છે. તો ઘણું દરિયાના પાણીમાં વહી ગયું છે જે લાખો ટન મીઠું હતું. આથી, સંપૂર્ણ પણે નાશ પામ્યું છે. અગરોના પળા ટુટી ગયા, અગરોમાં જવા માટેના રસ્તા બંધ થઇ ગયા, ક્યારા ટુટી ગયા જે ફરીથી બાંધવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થશે. જેના કારણે ખાનગી કંપનીઓ, સહકારી મંડળીઓ મુશ્કેલીમાં મુકાઈ છે.