ગામના સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્યોની મિલીભગતના કારણે ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડે છે. સરપંચ દ્વારા કોઈ કામગીરી કરવા તૈયાર નથી અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આ વાતથી અજાણ છે. તેથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અવર જવર માટે મુશ્કેલી ભોગવવી પડે છે. રસ્તો ખરાબ અને ઓછી પહોળાઈ ધરાવતો હોવાથી અકસ્માતના બનાવ પણ બને છે.
અમરેલીના લાઠીમાં રોડ બિસ્માર હાલતમાં, તંત્ર દ્વારા કોઇ દરકાર નહી
અમરેલીઃ લાઠી તાલુકાના મતિરાળા ગામને વારસડા સાથે જોડતો મેઈન રોડ અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ દરકાર લેવામાં આવતી નથી. ગ્રામ વાસીઓના જણાવ્યા મુજબ આ રોડ ખુબ જ બિસ્માર હાલતમાં છે. ઘણી રજુઆત કરવામાં આવેલ છતાં પણ તેના માટે કોઈ નિકાલ આવ્યો નથી.
મતિરાળા રોડ
ગામની પાસે જ ખુલ્લામાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે, જેથી શાળાની નજીક અને બાજુમાં રહેણાંક વિસ્તાર હોવાથી વિદ્યાર્થીઓ અને રહેવાસીઓને બીમારીનું ભોગ બનવું પડે છે. મતિરાળા ગામનો આ રોડ છેલ્લે 2016માં પાસ થયો હતો, તેના માટે કાર્યવાહી હાલ ચાલુ છે તેવું બાંધકામ સમિતિના ચેરમેને જણાવ્યું હતું. આમ બેજવાબદાર તંત્રને કારણે પ્રજાને થતી મુશ્કેલી સામે કોઈ પગલા લેવાતા નથી.