ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં નગરપાલિકા ગાઠ નિંદ્રામાં, શહેરના 24 જેટલા જાહેર શૌચાલયો પર જોવા મળ્યા અલીગઢી તાળા

અમરેલી: સરકાર દ્વારા સ્વચ્છતા અને શૌચાલયો પાછળ લાખોના ખર્ચા કરી રહી છે. પણ અમરેલી શહેરમાં નિર્માણ પામેલા 24 જેટલા પે એન્ડ યુઝ જાહેર શૌચાલયો પર અલીગઢી તાળા લટકી રહ્યા છે. સરકારના હેતુને સાર્થક કરવાને બદલે સ્વચ્છતાનું ચીર હરણ ભાજપ શાસિત પાલિકા કરી રહી છે.

By

Published : Jul 17, 2019, 5:30 AM IST

amreli

અમરેલી નગરપાલિકા દ્વારા 24 જેટલા જાહેર શૌચાલયો બનાવવામાં સરકારે લાખો રૂપિયા ખર્ચી નાખ્યાં છે. પણ સરકારે કરેલા ખર્ચ પાછળ સ્થાનિક પાલિકા તંત્રે ખાતર પાછળ દીવો જેવો ઘાટ ઘડ્યો હોય તેમ એકપણ શૌચાલયો હાલ ચાલુ નથી. તો સરકારના સ્વચ્છતા અભિયાનના લીરે લીરા સ્થાનિક નગરપાલિકા તંત્રની અણઆવડતને કારણે થઈ રહ્યાં છે. સ્થાનિકો દ્વારા બે બે વર્ષથી બનેલા પે એન્ડ યુઝ ટોયલેટ બંધ રહેતા કચવાટ ફેલાયો છે.

અમરેલીમાં 24 જેટલા પે એન્ડ યુઝ જાહેર શૌચાલયો પર અલીગઢી તાળા

ચક્કરગઢ રોડ પર આવેલ જાહેર શૌચાલય 2 વર્ષથી તૈયાર છે. પણ આ શૌચાલયોના તાળા પણ પાલિકા તંત્ર ખોલી શકી નથી. તો જાહેર શૌચાલયમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. ત્યારે નગરપાલિકાના વિપક્ષના નેતા વિસ્તારમાં બેનલ પે એન્ડ યુઝ ટોઇલેટ પણ બંધ છે. તો દેશી દારૂની ખાલી કોથળીઓ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહી છે. તેવો આક્ષેપ પાલિકાના વિપક્ષ નેતા કરી રહ્યા છે

કેન્દ્રમાં, રાજ્યમાં અને અમરેલી નગરપાલિકામાં ભાજપની સરકાર છે. પણ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા સ્થાનિક પાલિકા તંત્રના પાપે જોવા મળે છે. જાહેર શૌચાલયો બન્યા બાદ ઉપયોગમાં ન લેવાતા પે એન્ડ યુઝ ટોઇલેટના દરવાજા તૂટી ગયા છે. તો ગંદકીના થર જાહેર શૌચાલયોમાં જોવા મળે છે. ત્યારે અમરેલી પાલિકા દ્વારા બનેલા 24 જાહેર શૌચાલયો બંધ છે. છતાં પાલિકાના અધિકારી દ્વારા સરકારને ગેરમાર્ગે દોરીને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાના ગીત ગાઈ રહી છે. પણ જાહેર શૌચાલયો ચાલુ કરતી નથી તે વાસ્તવિકતા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details