ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો ભોગવી રહ્યા છે હાલાકી - Gujarati News

અમરેલીઃ શહેરમાં રોડ રસ્તામાં અતિ બેદરકાર થતા તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. છેલ્લા 6 મહિનાથી તંત્ર રસ્તા તેમજ ગટર વ્યવસ્થામાં ચારે બાજુ ખોદકામ કરી અધૂરું મૂકી દેવામાં આવે છે. ત્યારે ટાવર ચોકથી સાવરકુંડલા ફાટક સુધીના રસ્તાઓ પર વાહન ચલાવવા અતિ મુશ્કેલ બન્યા છે.

અમરેલીમાં તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને થતી પરેશાની

By

Published : Jun 23, 2019, 1:42 AM IST

અમરેલી શહેર વોર્ડનં 10 ગજેરા પરા વિસ્તારમાં છેલ્લા 6-6 મહિનાથી રોડ પર અંડર ગ્રાઉન્ડ ગટરની કામગીરી ખોબરે ચડી છે, ખોદકામ બાદ હાલ અહીં રસ્તાઓનું કામ પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. તેમજ અહીંના લોકો અને વાહનચાલકને અવર જવર માટે ખૂબજ હેરાનગતિનો સામનો કરવો પડે છે. પરંતુ તંત્રએ આ કામને ખોબરે મૂકી પ્રજાને થતી હાલાકી વિશે કોઈ ધ્યાન લેવામાં આવતું નથી.

અમરેલીમાં તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને થતી પરેશાની

ABOUT THE AUTHOR

...view details