ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનના PSI દ્વારા લોકઅપના આરોપીને મદદ કરતા કરાયા સસ્પેન્ડ - Amreli

અમરેલી: જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ડુંગર ગામે મનીલોન્ડ્રીંગના કેસમાં અટકાયત કરવામાં આવેલા આરોપીને PSI રિમાન્ડ રાખવામાં આવ્યો હતો. ત્યારે ડુંગરપુર પોલીસ મથકના PSI વી.વી,પંડ્યાએ આરોપીને પોતાના ઘરે રાખીને ત્રણ કલાક સુધી સુખ સગવડ આપવા તેમજ આરોપીને મદદ કરવા અંગેનો ગુન્હો નોંધી આરોપી તથા મદદ કરનાર PSI વિરૂદ્ધ FIR દાખલ કરવા અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપી PSI પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

પી.એસ.આઇ વી.વી.પંડ્યા

By

Published : Jul 18, 2019, 2:21 AM IST

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ડુંગર ગામે પોલીસ મથકમાં 15 જુલાઇના રોજ ગુજરાત મનીલોન્ડ્રિગ એક્ટનો ગુન્હો નોંધાયેલો ધરપકડ કરવામાં આવેલા 4 આરોપીઓ પૈકી અલ્લારખા ભુહાને ડુંગર પોલીસ મથકના PSI વી.વી.પંડ્યાએ આરોપીને બુધવારની મોડી મંગળવારની રાત્રે 8:30 થી 11:30ના સમયગાળા સુધી સુખ સગવડ માટે મોકલી આપ્યા હતા.

જે અંગેની જાણ PSI ડોડીયા દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય દ્વારા PSI પંડ્યા વિરૂદ્ધ આરોપીને મદદ કરવા માટે અંગે FIR નોંધવાના આદેશ કર્યા હતા. જે બાદ PSI વી.વી.પંડ્યા વિરૂદ્ધ IPC 225 તેમજ આરોપી વિરૂદ્ધ IPC 224નો ગુન્હો નોંધી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનના PSI દ્વારા લોકઅપના આરોપીને મદદ કરતા કરાયા સસ્પેન્ડ

બુધવારના રોજ જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય PSI વી.વી પંડ્યાને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે અંગે નિરલિપ્ત રાય દ્વારા પ્રેસ કોન્ફન્સ યોજીને માહિતી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details