ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના શેખપીપરિયા ગામમાં 3 હજાર વૃક્ષનો કરાયો ઉછેર

અમરેલી : સરકાર દ્વારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં અમરેલી જિલ્લાએ સાર્થક કર્યું હતું. અમરેલી જિલ્લામાં આવેલા શેખપીપરિયા ગામમાં 3 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ ચોમાસામાં પાણીનો સંગ્રહ કરીને 17 તળાવડીઓ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ભરી લેવામાં આવી છે. આ સાથે જ શેખપીપરિયા ગામે જળહરિત ક્રાંતિ સર્જી છે.

અમરેલીના શેખપીપરિયા ગામમાં 3 હજાર વૃક્ષનો કરાયો ઉછેર

By

Published : Jul 12, 2019, 2:22 PM IST

ગામના યુવાધનથી લઈને મજુરો તેમજ ખેડૂતોના શ્રમદાન સાથે શેખપીપરિયાના સખીદાતાઓના ઉદાર દાન અને સરકારના સુજલામ સુફલામ યોજનાને ખરા અર્થમાં સાર્થક કરી છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 17 જેટલા નાના-મોટા તળાવો પાણીથી ભરાઈ ગયા છે.

અમરેલીના શેખપીપરિયા ગામમાં 3 હજાર વૃક્ષનો કરાયો ઉછેર

આ ઉપરાંત ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા માટે જળહરિત ક્રાંતિ જિલ્લાના શેખપીપરિયા ગામમાં જોવા મળી છે. બીજી બાજુ 3 હજાર વૃક્ષનો ઉછેર કરીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ સાકાર કરવાની ખુશી શેખપીપરિયા ગામના સરપંચે વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details