અમરેલીઃ જિલ્લાના બગસરાના સુડાવડ ગામે ખેતરમાં ઇલેક્ટ્રીક પંખામાંથી મજૂરોને શોક લાગવાની ઘટના બની હતી. ફુલાભાઈ રાઘવભાઈ ગજેરાના ખેતરમાં ફરજાના પંખામાંથી શોક લાગતા મજૂર સહિત બે બાળકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.
અમરેલીના સુડાવડ ગામે ઇલેક્ટ્રિક પંખાનો શોક લાગતા 2 બાળક સહિત 3ના મોત
અમરેલી જિલ્લામાં સુડાવડ ગામે ખેતરમાં ઇલેક્ટ્રીક પંખામાંથી શોક લાગતા મજૂર સહિત બે બાળકોના ઘટનાસ્થળે જ મૃત્યું નિપજ્યા હતા. મૃતકોને બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
અમરેલીના સુડાવડ ગામે ઇલેક્ટ્રિક પંખામાં શોક લાગતા 3 લોકોનાં ઘટનાસ્થળે મોત
પંખાના વાઇરો ફરજાના પતરાઓ સાથે અડી જતા ફરજામાં શોટ સર્કિટ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. લોખંડના પતરા વાળા ફરજામાં પંખો (ફેન) શોટ સર્કિટ થતા ફરજામાં મજૂરોને શોક લાગતા એક વ્યક્તિ અને બે બાળકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા બગસરા સિવિલ હોસ્પિટલે ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.
થોડા દિવસ પહેલા હામાપુરમાં બળદ ગાડું તણાતા 4 લોકોના મોત નિપજ્યા હતા. બગસરા પંથકમાં 8 દિવસ અંદર બીજી દુર્ઘટના સર્જાતા બગસરા પંથકમાં અરેરાટી મચી ગઇ હતી.