ગુજરાતમાં દારુબંધીની ગુલબાંગો વચ્ચે ખુલ્લેઆમ તેનું વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ટેકરો દારુ અને ગાંજાના વેચાણ તથા સેવન માટે જાણીતો છે.
બાવરી સમુદાયની મહિલાઓએ દારુ અને ગાંજા વિરુધ્ધ કર્યા અહિંસક દેખાવ - RALLY
અમદાવાદઃ ગુજરાતમાં દારુબંધીની પોકળ વાતો વચ્ચે ઠેર-ઠેર અને ખુલ્લેઆમ દારુનું વેચાણ થાય છે. સરકારની નિષ્ફળ દારુબંધી સામે અમદાવાદના એક વિસ્તારની બહેનો દારુ અને ગાંજાના વેચાણથી ત્રાહીમામ પોકારીને આજે અહિંસક દેખાવ કર્યા હતા.
અહીંનું યુવાધન અને રહીશો દારું અને ગાંજાનું સેવન કરી રહ્યાં છે અને સેવન કરનારની સંખ્યામં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અહીં વસતા બાવરી સમુદાયના લોકોમાં નાનપણથી જ દારુનું સેવન અને વેચાણ કરવાની આદત પડી જાય છે. જેના કારણે અહીંની મહિલાઓ ઘણી પરેશાન હોય છે, પરંતુ પોતાની વેદના કોઈની સમક્ષ રજૂ કરી શકતી નથી.
ત્યારે આજે બાવરી સમુદાયની મહિલાઓએ આ બાબતે વિચરતા સમુદાયને સમર્થન મંચ નામની સામાજિક સંસ્થાની મદદ લીધી હતી.સમુદાયની મહિલાઓ તથા સામાજિક સંસ્થા દ્વારા આ વિસ્તારમાં બેનરો સાથે રેલીનું આયોજન કરવામાં આ્યું હતુ. રેલી માટે પોલીસે પરવાનગી આપી નહોતી. પરંતુ રેલી નીકળતા પોલીસે રેલીને સમર્થન આપ્યું હતુ. તેમજ સંસ્થાની પ્રશંસા કરી સહાય કરવાની સ્થાનિકોને ખાતરી આપી હતી.